Not Set/ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા

રાજીનામું અથવા મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ હોય છે

World
president 1 અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા હાંસિલ કરતાં અહીંના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે મંગળવારે સાંજે દેશના બંધારણને ટાંકીને પોતાને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષટ્રપતિ જાહેર કર્યા છે.20 વર્ષ સુધી સત્તા પરથી હટાવ્યા બાદ તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું છે. પરંતુ, અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તનના આ સંકટ વચ્ચે મંગળવારે સાંજે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે મોટી જાહેરાત કરી છે. સાલેહે પોતાને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે હું દેશના તમામ નેતાઓનો તેમના સહકાર અને સમર્થન માટે સંપર્ક કરી રહ્યો છું.

અમરૂલ્લાહ સાલેહે એક ટ્વિટમાં લખ્યું, “અફઘાનિસ્તાનના બંધારણ અનુસાર, રાષ્ટ્રપતિની ગેરહાજરી, તેમના દેશમાંથી ભાગી જવું, રાજીનામું અથવા મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ હોય છે. હું હાલમાં દેશમાં છું અને કાયદેસર કાર્યકારી રાષ્ટ્રપતિ છું. હું તમામ નેતાઓના સમર્થન અને સહકાર માટે પહોંચું છું. ઉલ્લેખનીય છે કે અમરૂલ્લાહ સાલેહની આ જાહેરાત પર હજુ સુધી તાલિબાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.