Bollywood/ કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટરિના કૈફનો શાહી લગ્ન કરવાનો પ્લાન એટલા માટે છે કારણ કે….

Entertainment
a 142 કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

વિકી કૌશલ અને કેટરિના કૈફ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જોકે, વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ હરલીન સેઠીને આ લગ્નથી કોઈ વાંધો નથી. આટલું જ નહીં હરલીનને વિકી અને કેટરીનાના સંબંધો અંગે કોઈ ફરિયાદ નથી.

આ પણ વાંચો :દુલ્હન બન્યા પહેલા અંકિતા લોખંડેને મળી આ ખાસ ભેટ, લગ્નની ચર્ચાએ પકડયું જોર

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હરલીનના મિત્રએ કહ્યું, ‘હરલીન ખરેખર આગળ વધી ગઈ છે. તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે એકતા કપૂરની ફિલ્મ ધ ટેસ્ટ કેસ 2ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બીજા ભાગમાં ફિલ્મની વાર્તા

a 139 કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ હરલીન સેઠીએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘મિત્રો વિકી કૌશલ અને કેટરિના કૈફના અફેર અને હરલીન સેઠી સાથેના લગ્ન વિશે વાત કરે છે. જો કે, હરલીને બધાને સ્પષ્ટ કહ્યું છે કે, ‘મને તે ઝોનમાં ન લેશો’. જણાવી દઈએ કે વર્ષ 2018માં વિકી કૌશલે હરલીન સેઠીને ડેટ કરી હતી.

આ પણ વાંચો :રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ

વિકી કૌશલ અને હરલીન સેઠી એક વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કર્યા હતા. સમયની સાથે તેમના સંબંધોનો અંત આવ્યો અને બંને અલગ થઈ ગયા.

વિકી કૌશલે વર્ષ 2018માં કોફી વિથ કરણમાં કહ્યું હતું કે તેમનો સંબંધ હજુ નવો છે, પરંતુ ગંભીર છે. હરલીન સેઠીએ ‘ગબરુઃ હિપ હોપ કે શહજાદે’, ‘બ્રોકન’ જેવી ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે.

a 140 કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

વિકીની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ રિલીઝ થયા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની અફવાઓની વાત કરીએ તો સાંભળવા મળે છે કે લગ્ન પછી બંને હનીમૂન બ્રેક પર નહીં જાય. વિકી કૌશલ અને કેટરિના કૈફ પાસે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ છે જેને તેઓ લગ્ન પછી જલ્દી પૂર્ણ કરવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે વિકી અને કેટરિના આ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.

આ પણ વાંચો :ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો

રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટરિના કૈફનો શાહી લગ્ન કરવાનો પ્લાન એટલા માટે છે કારણ કે તેને રાજસ્થાની સંસ્કૃતિ પસંદ છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે વિકી અને કેટરીના લગ્ન પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પડોશી બનવાના છે. વિકીએ એ જ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ લીધું છે જ્યાં વિરાટ અને અનુષ્કા રહે છે. લગ્ન પછી વિકી કેટરિના સાથે ત્યાં જ રહેશે. જો કે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો બંને સ્ટાર્સ જ કહી શકે છે.

a 141 કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાળીના દિવસે વિક્કી કૌશલ અને કેટરિના કૈફ સિક્રેટ રોકા સેરેમની થઇ છે. એક થા ટાઇગરના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટી દરમિયાન વિક્કી કૌશલ અને કેટરિના કૈફના પરિવારની હાજરીમાં એક્ટર -એક્ટ્રેસનો રોકા થયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી અને કેટરિના કૈફની રોકા સેરેમની ખુબ સુંદર હતી, કેટરીનાએ સુંદર લેંઘો પહેરેલો હતો. લાઇટ અને ડેકૉરેશન પણ કમાલનુ કરવામાં આવ્યુ હતુ, દિવાળીના શુભ મુહર્ત હતો એટલે બન્ને પરિવારોએ આ સેરેમની કરવાનો ફેંસલો કર્યો.

a 143 કેટરિના કૈફ સાથે લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડે આપી આવી પ્રતિક્રિયા

ડાયરેક્ટર કબીર ખાન અને તેની પત્ની મિની માથુર, બન્ને કેટરિના માટે પરિવાર જેવા છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કબીર ખાનને પોતાના ધર્મનો ભાઇ માને છે. તેને કેટરિના-વિક્કી કૌશલની રોકા સેરેમની ખુબ જ સુંદર રીતે હોસ્ટ કરી.

આ પણ વાંચો :ફિલ્મ RRR નું પહેલું સોંગ રિલીઝ, જુઓ જુનિયર NTR અને રામ ચરણના જબરદસ્ત ડાન્સ મૂવ્સ

આ પણ વાંચો :આવતીકાલે રેસ્ટોરાં લોન્ચ કરશે શેફાલી શાહ