Not Set/ #Video/ ક્રિકેટ જગતનો તોફાની બેટ્સમેન ડેવિડ વોર્નર આજે બની ગયો છે ડાન્સર નંબર વન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં ઓપનર ડેવિડ વોર્નર કોરોનાવાયરસ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થયા છે. તેઓ નિયમિત અંતરાલમાં વિડીયો બનાવીને ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. ડેવિડ વોર્નરે ફરી એક ડાન્સ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે તેની પત્ની સાથે ડાન્સ કરી રહ્યો છે. વિશેષ વાત એ છે કે ડેવિડ વોર્નર સાઉથનાં સુપરસ્ટાર મહેશ બાબુની […]

Uncategorized
5c50f2956f6d2f5f380619452ba9c3c5 #Video/ ક્રિકેટ જગતનો તોફાની બેટ્સમેન ડેવિડ વોર્નર આજે બની ગયો છે ડાન્સર નંબર વન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં ઓપનર ડેવિડ વોર્નર કોરોનાવાયરસ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થયા છે. તેઓ નિયમિત અંતરાલમાં વિડીયો બનાવીને ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. ડેવિડ વોર્નરે ફરી એક ડાન્સ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે તેની પત્ની સાથે ડાન્સ કરી રહ્યો છે. વિશેષ વાત એ છે કે ડેવિડ વોર્નર સાઉથનાં સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મ સારીલેરૂ નીકેવેરૂનાં સુપરહિટ સોંગ માઈન્ડ બ્લોકપર ડાન્સ કરી રહ્યો છે.

ડેવિડ વોર્નરે આ વિડીયો શેર કરી અને એમ પણ કહ્યું કે, ડાન્સ સ્ટેપ્સ શીખવામાં તેમને ઘણો સમય લાગ્યો. તેમણે વિડીયોનાં કેપ્શનમાં લખ્યું છે: “આ ડાન્સ સ્ટેપ કરવા માટે તેણે લગભગ 50 વાર પ્રેક્ટિસ કરવી પડી છે. પણ અંતે અમે આ શીખી લીધુ છે.” ડેવિડ વોર્નરનો ડાન્સ વિડીયો જોતા લાગે છે કે તેની મહેનત રંગ લાવી છે. મહેશ બાબુનાં ગીત પર ડેવિડ વોર્નરનો ડાન્સ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ડેવિડ વોર્નર અગાઉ દક્ષિણનાં સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનનાં ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યો હતા. આપને જણાવી દઈએ કે, મહેશ બાબુની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સારીલેરૂ નીકેવેરૂસુપર હીટ સાબિત થઈ હતી, જે તેની થિયેટર દોડ દરમિયાન 200 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ 100 કરોડનાં આંકને પાર કરનારી મહેશ બાબુની સતત ત્રીજી ફિલ્મ બની છે. મહેશ બાબુનો આગામી પ્રોજેક્ટ બાહુબલી અને આરઆરઆરનાં દિગ્ગજ નિર્દેશક એસ.એસ.રાજામૌલીની સાથે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.