Not Set/ #Video/ પાકિસ્તાનનાં રહેણાંક વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનાં CCTV માં કેદ

શુક્રવારે કરાચી એરપોર્ટ પર ઉતરતી વખતે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) નો એક એરબસ A320 ક્રેશ થયુ હતુ. તે રનવેથી માત્ર 1 કિમી દૂર હતુ. વિમાન નજીકમાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં પડી ગયું હતું. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એરબસ A320 નો પાછળનો ભાગ પહેલા બિલ્ડિંગમાં અથડાયો હતો. ત્યારબાદનાં […]

World
f041916233241fe4e28242049a983cef #Video/ પાકિસ્તાનનાં રહેણાંક વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનાં CCTV માં કેદ

શુક્રવારે કરાચી એરપોર્ટ પર ઉતરતી વખતે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) નો એક એરબસ A320 ક્રેશ થયુ હતુ. તે રનવેથી માત્ર 1 કિમી દૂર હતુ. વિમાન નજીકમાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં પડી ગયું હતું. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

4b8b5d35299709a1c1296f99fb5575ae #Video/ પાકિસ્તાનનાં રહેણાંક વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનાં CCTV માં કેદ

એરબસ A320 નો પાછળનો ભાગ પહેલા બિલ્ડિંગમાં અથડાયો હતો. ત્યારબાદનાં એક સેકંડથી પણ ઓછા સમયમાં, એક વિસ્ફોટ થયો, અને કાળો ધુમાડો હવામાં દેખાવા લાગ્યો. આ ઘટના સીસીટીવીમાં તે જ વિસ્તારમાં આવેલા એક મકાનની છત પર કેદ થઈ હતી. ફ્લાઇટ PK8303 માં 99 લોકો સવાર હતા અને તેણે લાહોરથી ઉડાન ભરી હતી અને બપોરે કરાચીનાં જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આ ફ્લાઇટ ઉતરવાની હતી. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 57 મૃતદેહો મળી આવ્યા છે.

fbaf7cbb934507a7db0585557b8d0a63 #Video/ પાકિસ્તાનનાં રહેણાંક વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનાં CCTV માં કેદ

સિંધના આરોગ્ય પ્રધાન અઝરા પેહુચોએ કહ્યું કે, અમારે હજી સુધી એ શોધવાનું બાકી છે કે આ 57 મૃતદેહો વિમાનમાં સવાર લોકોનાં છે કે સ્થાનિક લોકોનાં છે કારણ કે આ અકસ્માતમાં ઘણા મકાનોને નુકસાન થયું છે. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 3 મુસાફરો સદ કિસ્મતે બચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.