Not Set/ Video : કાયદો હાથમાં લેતા ગૌરક્ષક, કથિત રીતે ગાયની તસ્કરી કરી રહેલાને રસ્સીથી બાંધી લગાવાયા ‘ગૌ માતાની જય’ નાં નારા

દેશમાં કાયદો હાથમાં લેવાની એક નવી ઘટના મધ્ય પ્રદેશથી સામે આવી રહી છે. જ્યા મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લામાં કથિત રીતે ટ્રંકોમાં ગાયની તસ્કરી કરી રહેલા 20થી વધુ લોકોને ગૌરક્ષકોએ પકડી લીધા છે અને ત્યારબાદ તેમને એક રસ્સીની મદદથી જાહેરમાં બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ ગૌરક્ષકોએ કથિત ગાયોની તસ્કરોને ‘ગૌ માતા ની જય’નાં નારા લગાવડાવ્યા હતા અને લગભગ […]

Top Stories India
Gauraksha Video : કાયદો હાથમાં લેતા ગૌરક્ષક, કથિત રીતે ગાયની તસ્કરી કરી રહેલાને રસ્સીથી બાંધી લગાવાયા ‘ગૌ માતાની જય’ નાં નારા

દેશમાં કાયદો હાથમાં લેવાની એક નવી ઘટના મધ્ય પ્રદેશથી સામે આવી રહી છે. જ્યા મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લામાં કથિત રીતે ટ્રંકોમાં ગાયની તસ્કરી કરી રહેલા 20થી વધુ લોકોને ગૌરક્ષકોએ પકડી લીધા છે અને ત્યારબાદ તેમને એક રસ્સીની મદદથી જાહેરમાં બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ ગૌરક્ષકોએ કથિત ગાયોની તસ્કરોને ‘ગૌ માતા ની જય’નાં નારા લગાવડાવ્યા હતા અને લગભગ બે કિલોમીટર સુધી લાકડી-ડંડાનો ડર બતાવતા પોલીસ થાને લઇ ગયા હતા.

સરકાર આજે વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ જ્યારે તેને જમીન પર જોવામાં આવે ત્યારે વિકાસ તો નહી પણ આ પ્રકારની ઘટનાઓ જરૂર સામે આવે છે. આ મામલો ખંડવા જિલ્લા મુખ્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર સાંવલીખેડા ગામનો છે. જાણવા મળી રહ્યુ છે કે, રવિવારે અંદાજે 20 લોકો ટ્રકમાં ગૌવંશને ભરી લઇ જઇ રહ્યા હતા. આ લોકો ગૌવંશને હરદા જિલ્લાથી લાવ્યા હતા અને ખાલવાથી જંગલનાં રસ્તે મહારાષ્ટ્ર લઇ જઇ રહ્યા હતા. આ વિશે જેવી આ ગૌરક્ષકને જાણ થઇ કે તુરંત જ લગભગ 100 ગૌરક્ષકોએ તસ્કરોને સાંવલીખેડા ગામમાં પકડી લીધા. આરોપ છે કે ગૌરક્ષકોએ પહેલા દરેક કથિત ગૌવંશ તસ્કરોને એક રસ્સીથી બાંધ્યા અને બાદમાં તેમને લાકડી-ડંડાનો ડર બતાવતા બે કિલોમીટર દૂર ખાલવા પોલીસ થાને લઇને પહોચ્યા અને તેમને પોલીસનાં હસ્તે કર્યા હતા..

આ મામલેથી જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા અમુક લોકોને રસ્સીથી બાંધી ઘૂંટણે બેસાડી દેવામાં આવ્યા છે. વીડિયોમાં કથિત ગોતસ્કરોનાં હાથોને એક મોટી રસ્સીથી બાંધ્યા જોઇ શકાય છે. વીડિયોમાં તે પણ જોવા મળે છે કે દરેક લોકોનાં કાન પકડાવી ‘ગૌ માતા ની જય’ નાં નારા લગાવાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મામલો સામે આવ્યા બાદ પોલીસે કથિત ગૌતસ્કરો અને ગૌરક્ષકોની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. ખંડવાનાં એસપી શિવદયાલ સિંહનું કહેવુ છે કે સંબંધિત કલમ અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. લગભગ 7-8 પિકઅપ વાહન હતા, તેને સ્ટેશન પર લાવવામાં આવ્યા. તે લોકોની વિરુદ્ધ પણ મામલો દાખલ કરવામાં આવ્યો છે, જેણે આ કથિત ગૌતસ્કરોને બાંધ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.