Crime/ ઘાતક હથિયાર વડે કેક કાપવાનો વિડીયો વાઈરલ, ચાર યુવકોની ધરપકડ

ઘાતક હથિયાર વડે કેક કાપવાનો વિડીયો વાઈરલ, ચાર યુવકોની ધરપકડ

Ahmedabad Gujarat
ગાઝીપુર 7 ઘાતક હથિયાર વડે કેક કાપવાનો વિડીયો વાઈરલ, ચાર યુવકોની ધરપકડ

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

શહેરમાં દિવસે દિવસે તલવાર જેવા ઘાતક હથિયાર વડે કેક કાપવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં આ વખતે રામોલ વિસ્તારમાં તલવારથી કેક કાપવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં અસામાજિક તત્વોને ઝડપી જેલના હવાલે કર્યા છે. પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો લગાવી તલવારથી કેક કાપવાના વાયરલ થયેલા વિડિયો સંદર્ભે ગુનો દાખલ કર્યો છે.

રામોલ વિસ્તારમાં ગત તારીખ 30 જાન્યુઆરી ના રોજ તલવારથી કેક કાપવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી.  જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વસ્ત્રાલ વિસ્તારમાં નારાયણ બંગલો ખાતે ખુલ્લા મેદાનમાં તલવાર વડે કેક કાપી ના માત્ર કરફ્યુ ભંગ કરવામાં આવ્યો હતો.પરંતુ સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવવાનું કામ પણ કર્યું હતું. આ અંગે ની જાણ પોલીસને થતા પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.  જેમાં વાયરલ થયેલ વિડિયો મા સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રામોલ પોલીસે વાયરલ થયેલ વિડિયો સંદર્ભે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તલવાર વડે કે કાપતા વાયરલ વિડીયોમાં સામેલ શખ્સના નામ ની વાત કરીએ તો આરોપી વિશાલ પંડ્યા, બ્રિજેશ મહેતા, આશિષ દેસાઈ, વિપુલ દેસાઈ અને રાજન રબારીની ધરપકડ કરવામાં આવી છે.  આ તમામ આરોપીઓએ જાહેર કોમન પ્લોટમાં કર્ફ્યુ દરમિયાન રાતના બાર વાગ્યા ની આસપાસ તલવાર વડે કાપી કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.  એટલું જ નહીં સાથે સાથે તલવાર વડે કેક કાપીને સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ ફેલાવા ની કોશિશ પણ કરી હતી.

તલવાર વડે કેક કાપતો આ વીડિયો વાયરલ થતાં રામોલ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં જ વાયરલ વિડીયોમાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તલવાર જેવા ઘાતક હથિયાર સાથે તમામ આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કૃષિ આંદોલન / ટિકરી બોર્ડર પર આજે સરકાર અને ખેડૂતો વચ્ચે 13મા તબક્કાની વાતચીત શું આવશે કોઈ નક્કર પરિણામ કે પછી..?

education / વિદ્યાર્થીઓ-વાલીઓમાં કોરોનાનો ડર યથાવત, શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો