Not Set/ જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

જામનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. SPG, બૉમ્બ સકવોડ અને ડોગ સકવોડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સઘન ચેકિંગ કરી રહ્યા છે. આજે પીએમ જામનગર ખાતે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધન પણ કરવાના છે. ત્યારે સભા સ્થળ ખાતે વહેલી સવાર થી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી […]

Top Stories Gujarat Others
mantavya 71 જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

જામનગર,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. SPG, બૉમ્બ સકવોડ અને ડોગ સકવોડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સઘન ચેકિંગ કરી રહ્યા છે. આજે પીએમ જામનગર ખાતે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધન પણ કરવાના છે. ત્યારે સભા સ્થળ ખાતે વહેલી સવાર થી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાનનુ ગુજરાત આગમન થઇ રહ્યુ છે ત્યારે ભાજપે તેમના સ્વાગતની જોરદાર તૈયારી કરી છે.

પીએમ મોદીએ જામનગરમાં સંબોધન કરતા કહ્યું હતું કે, જો આપણી પાસે આજે રાફેલ પ્લેન હોત તો પરિણામ કંઈક અલગ હોત. સેનાની વાત કરવામાં પણ કેટલાટને પેટમાં દૂખે છે.

પીએમ મોદીએ કહ્યું કે, આમારી સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના લાવી જેથી આપણા ખેડૂતોના ખાતામાં સીધા જ છ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ યોજના વિષે પણ જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો, અને દેશના મુખ્યમંત્રીઓની મીટિંગમા જતો, તો તેઓને કહેતો કે, અમારું એવુ રાજ્ય છે જેમની પાસે કોઈ ખાણ-ખનીજનો ભંડાર નથી.

અમારા અનેક ગામ પાણી માટે વલખા મારે. અમારી સરકારની મોટી શક્તિ પાણી પહોંચાડવામાં જાય. જો અમને પાણીની સુરક્ષા આપી હોત. તો અમે પાણીદાર અને તાકાતવાર હોત.

અમારુ બજેટ, શક્તિ પાણી પાછળ ખર્ચવુ પડે છે. અન્ય મુખ્યમંત્રીઓને આ વાત ગળે ન ઉતરતી. અમે નક્કી કર્યું કે, દેશને પાણીદાર બનાવીશું. સરદાર સરોવર ડેમમાં અનેક અડચણો આવી, તેમાં એ સમયની બધી સરકાર જવાબદાર છે. આ સૌની યોજનાની કલ્પના મેં મૂકી હતી, ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે, ચૂંટણી આવે એટલે આવુ કહ્યું.

  • ન્યારી-1 જળાશયમાં નર્મદા નીરનાં કર્યા વધામણાં
  • ડિસેલીટેશન પ્લાન્ટ કાર્યનો કરાવ્યો શુભારંભ
  • ઉંડ-3થી વેણુ-1 પાઇપલાઇન કામની કરી શરૂઆત
  • આજી-3થી ખીજડીયા સુધી પાઇપલાઇનનું લોકાર્પણ
  • મનપાનાં 448, જાડા વિસ્તારનાં 1008 આવાસનું લોકાર્પણ
  • કુમાર અને કન્યા સમરસ હોસ્ટેલનું લોકાર્પણ
  • આજી-3થી ખીજડીયા સુધી પાઇપલાઇનનું લોકાર્પણ
  • mantavya 68 જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી
  • ડેપ્યુટી સીએમે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, મને ખુશી છે 700 બેડની અને 10 માળની અધ્યતન હોસ્પિટલ અને હોસ્ટેલનાં ઉદ્ધાટન થયું છે. જેના કારણે આસપાસનાં દર્દીઓને દૂર જવાની જરૂર નહીં પડે.
  • જામનગરની ગુરૂ ગોવિંદસિંહનાં નામ સાથે જોડાયેલી આ હોસ્પિટલ ગુરૂ ગોવિંદસિંહનાં 550માં વર્ષમાં થયું છે. આ હોસ્પિટલને 71 હજાર કરોડથી તૈયાર કરાઇ છે જેનાથી ઘણાં ગરીબ લાભાર્થીઓને લાભ મળશે.

mantavya 69 જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

 

જામનગરમાં PM મોદીએ 71 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને તેના વિવિધ ભાગોને નીહાળ્યાં હતાં.

gf જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

PM મોદી જામનગર એરપોર્ટ પહોંચ્યા ત્યારે CM રૂપાણીએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. સાથે જ ટોચના તમામ અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા અને PM મોદીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

gf 1 જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર ની મુલાકાતે આવ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી જામનગર પહોંચે તે પહેલાં જ વિરોધ પક્ષના નેતા સહિતના સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

gf 2 જો વાયુસેના પાસે રાફેલ હોત તો આ પરિણામ ન આવત: પીએમ મોદી

વિરોધપક્ષના નેતાઓ વિકાસના કામોને લઈને પી.એમ ને રજુઆત કરવાના હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.. પોલીસે વિરોધ પક્ષના સભ્યોને પોલીસ હેડકવાર્ટર ખાતે અટકાયત કરી હતી.