Not Set/ Video : મોદી સરકારનો પ્રથમ મહત્વનો નિર્ણય, શહીદ જવાનોનાં બાળકોની શિષ્યવૃતિમાં કરાયો વધારો

મોદી સરકારનાં શપથવિધિ સમારોહ બાદ આજે મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામા આવી. વડાપ્રધાનની શપથ લીધા બાદ પીએમ મોદીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. તેમણે શહીદ જવાનોનાં બાળકોની શિષ્યવૃતીની રકમમાં વધારો કર્યો છે. જ્યા છોકરાઓની સ્કોલરશીપ 2000થી વધારી 2500 કરાઇ છે. ત્યારે છોકરીઓની સ્કોલરશીપ 2250થી વધારીને રૂપિયા 3000 કરાઇ છે. નેશનલ ફંડ ડિફેન્સ ફંડ અંતર્ગત સ્કોલરશીપની રકમમાં […]

Top Stories India
shapath pm Video : મોદી સરકારનો પ્રથમ મહત્વનો નિર્ણય, શહીદ જવાનોનાં બાળકોની શિષ્યવૃતિમાં કરાયો વધારો

મોદી સરકારનાં શપથવિધિ સમારોહ બાદ આજે મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામા આવી. વડાપ્રધાનની શપથ લીધા બાદ પીએમ મોદીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. તેમણે શહીદ જવાનોનાં બાળકોની શિષ્યવૃતીની રકમમાં વધારો કર્યો છે. જ્યા છોકરાઓની સ્કોલરશીપ 2000થી વધારી 2500 કરાઇ છે. ત્યારે છોકરીઓની સ્કોલરશીપ 2250થી વધારીને રૂપિયા 3000 કરાઇ છે. નેશનલ ફંડ ડિફેન્સ ફંડ અંતર્ગત સ્કોલરશીપની રકમમાં વધારો કરાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણય વિશે ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં, તેમણે લખ્યું, “અમારી સરકારનો પ્રથમ નિર્ણય ભારતની સુરક્ષા માટે સમર્પિત છે! રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળ હેઠળ વડાપ્રધાનની શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફારની મંજૂરી આપતા આતંકવાદી, માઓવાદી હુમલામાં શહીદ પોલીસ જવાનોનાં બાળકોની શિષ્યવૃત્તિ રકમને વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.”

હવે નવી યોજના હેઠળ ટેરર કેે નક્સલ એટેકમાં શહીદ થયેલા રાજ્ય પોલીસ ફોર્સનાં બાળકોને પણ દર વર્ષે 500 રૂપિયા સ્કોલરશીપનાં અપાશે.