#Uttar_Pradesh/ હોળીમાં બે મહિલા સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ

બાઈક પર સવાર મુસ્લિમ પરિવાર  સાથે બનેલી ઘટના  બાદ વધુ એક બનાવ

India
Beginners guide to 79 2 હોળીમાં બે મહિલા સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના બિજનૌરમાં એક વિડીયો શોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક તોફાની યુવકો બે મુસ્લિમ મહિલાઓ અને તેમના બાળકો પર જબરજસ્તી હોળીનો રંગ લગાવતા નજરે ચડે છે. તે સિવાય તેમને પાણીના ફૂગ્ગા મારતા દેખાય છે. પોલીસે વિડીયોને ધ્યાનમાં લઈને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

24 માર્ચના રોજ ધામપુર વિસ્તારમાં એક મુસ્લિમ સમુદાયના એક યુવક અને તેનાપરિવારની મહિલાઓ પર જબરજસ્તીથી રંગ નાંખવાનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં પોલીસે ત્રણ સગીરો સહિત ચાર જણાની અટક કરી હતી.

ત્યારબાદ અન્ય એક વિડીયોમાં બે મહિલા પોતાના બાળકો સાથે જઈ રહી છે ત્યારે કેટલાક છોકરાઓ તેમનો રસ્તો રોકીને તેમની પર રંગ નાંખે છે અને પાણીના ફૂગ્ગા મારે છે. મહિલા બાળકોને બચાવવાની કોશિષ કરે છે ત્યારે આ તોફાની છોકરાઓ તેમની સાથે અભદ્ર વર્તન કરે છે.

આ અંગે ધામપુર એસએચઓ કિશન અવતારે કહ્યું હતું કે તેમને વિડીયો અંગે માહિતી મળી છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દીથી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….