Not Set/ બંદ્રીનાથ મંદિરના પરિસરમાં નમાજ પઢતો વીડિયો વાયરલ થતાં તનાવભરી સ્થિતિ,15 લોકો પર કેસ

પોલીસે વધુ માહિતી આપી છે કે, કોન્ટ્રાક્ટર અને મજૂરો વિરુદ્ધ ભીડ એકત્રીત કરવા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories
temple બંદ્રીનાથ મંદિરના પરિસરમાં નમાજ પઢતો વીડિયો વાયરલ થતાં તનાવભરી સ્થિતિ,15 લોકો પર કેસ

ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના બદ્રીનાથ મંદિરમાં કેટલાક મુસ્લિમોએ નમાજ પઢવાનો એક વીડિયો વાયરલ થયા બાદ અહીં તંગદિલી ઉભી થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મુસ્લિમોએ ઇદ-ઉલ-અઝહા નિમિત્તે પ્રખ્યાત બદ્રીનાથ મંદિર સંકુલમાં નમાઝ અદા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહીં પોલીસે માહિતી આપી છે કે બુધવારથી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ચમોલીના પોલીસ અધિક્ષક યશવંતસિંહ ચૌહાણે આ ઘટના અંગે જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એવું જોવા મળે છે કે બદ્રીનાથ મંદિર પરિસરમાં ઘણા મુસ્લિમો નમાઝ અદા કરી રહ્યા છે.’ પોલીસ અધિક્ષકએ માહિતી આપી છે કે વાયરલ પોસ્ટને જોઇને સ્થાનિક પોલીસની એક ટીમ આ આરોપોની તપાસ અર્થે કામે લાગી હતી. પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી.

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીએ અહીં માહિતી આપી છે કે પ્રાથમિક તપાસમાં હરિન્દર સિંહ નામના કોન્ટ્રાક્ટર હેઠળ 15 મુસ્લિમ કામદારો કામ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ તમામ મજૂરો મંદિરથી આશરે 1 કિલોમીટર દૂર સ્થિત પાર્કિંગ સુવિધા પ્રોજેક્ટમાં કાર્યરત હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બાંધકામમાં ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી તમામ કામદારો પ્રોજેક્ટ સાઇટ પર રહેતા હતા. ઈદ-ઉલ-અઝહા નિમિત્તે તેઓએ સવારે 7  કલાકે નમાઝ અદા કરી હતી . તેમણે નમાજ કોઇ જાહેર સ્થળ પણ  કરી ન હતી કે નમાજ બહારથી કોઈ મૌલાનાને બોલાવવામાં આવ્યા ન હતા.

પોલીસે વધુ માહિતી આપી છે કે, કોન્ટ્રાક્ટર અને મજૂરો વિરુદ્ધ ભીડ એકત્રીત કરવા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સ્થાનિક પાલિકાના પૂર્વ અધ્યક્ષ ઋષિ પ્રકાશ સતી અને તેમના સાથીઓની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

મંદિર પરિસરમાં નમાજ અદા  કરવામાં આવી હતી કે નહી તેના આક્ષેપો અંગે પણ  તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, તપાસના આધારે જ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ત્યાં સુધી હું લોકોને અપીલ કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે.