રાજકોટમાં ઓવરલોડ ઓટો રિક્ષાનો વિડ્યો વાયરલ થયો છે. ઓવરલોડેડ રિક્ષામાં મુસાફરો નહી પરંતુ નર્સિંગના વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. નર્સિગ વિદ્યાર્થીઓના રિક્ષા મુસાફરી કરતો વીડિયો વાયરલ થતા લોકો પૂછવા લાગ્યા છે કે કેમ આટલા બધા રિક્ષામાં ભર્યા.
ઓવરલોડેડ રિક્ષામાં નર્સિંગના વિદ્યાર્થીઓ કે જેઓ પોલિયો રસીકરણ અભિયાન હેઠળ તેમને સોંપવામાં આવેલા સ્થાન પર ગયા હતા. ત્યાંથી પરત ફરતા નર્સિંગના આ વિદ્યાર્થીઓ પોલિયો બુથના સામાન સાથે રિક્ષામાં ઠસોઠસ ભરાઈ ગયા. અમારી ટીમ આ મામલે વધુ માહિતી મેળવી રહી છે કે નર્સિગના વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા કેમ ઉપલબ્ધ નથી ? શા માટે તેઓ આવી રીતે રીક્ષામાં સફર કરવા મજબૂર બન્યા ? જો કે પ્રશ્ન એ પણ થાય કે આખરે રિક્ષાવાળાએ આટલા બધા વિદ્યાર્થીઓ કેમ ભર્યા ? કારણ કે ક્ષમતા કરતા વધુના ખરાબ પરિણામ આપણે જોયા છે. હજુ ગેમઝોન અગ્નિકાંડને માંડ મહિનો પૂરો થયો છે. આ ઘટના ઉપરાંત અન્ય ઘટનાઓ પણ બની છે જેને આપણે ભૂલી શકતા નથી. ત્યારે રાજકોટમાં જ એક ઓટો રીક્ષામાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા છે. નર્સિંગના વિદ્યાર્થીઓથી ઓવરલોડેડ રીક્ષાને કોઈ નુકસાન થયું નથી પરંતુ જો કોઈ થયું હોત તો જવાબદારણ કોણ?
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો