Not Set/ “ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર”ના ડાયરેક્ટર વિજય ગુટ્ટેની ૩૪ કરોડના ફ્રોડ કેસમાં કરાઈ ધરપકડ

મુંબઈ, બોલીવુડ એક્ટર અનુપમ ખેરના લીડ રોલમાં બની રહેલી ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર”ના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા મુંબઈમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, વિજય ગુટ્ટે પર ૩૪ કરોડ રૂપિયાના ફેક ઇનવોઈસ કરાવવાનો આરોપ છે અને તેઓને આગામી ૧૪ ઓગષ્ટ […]

Top Stories India Trending
201804051359145266 The Accidental Prime Minister shoot begins in London SECVPF "ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર"ના ડાયરેક્ટર વિજય ગુટ્ટેની ૩૪ કરોડના ફ્રોડ કેસમાં કરાઈ ધરપકડ

મુંબઈ,

બોલીવુડ એક્ટર અનુપમ ખેરના લીડ રોલમાં બની રહેલી ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર”ના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા મુંબઈમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, વિજય ગુટ્ટે પર ૩૪ કરોડ રૂપિયાના ફેક ઇનવોઈસ કરાવવાનો આરોપ છે અને તેઓને આગામી ૧૪ ઓગષ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, વિજય ગુટ્ટે સામે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ (CGST)ના સેક્શન ૧૩૨ (૧)(C) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

65253537 "ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર"ના ડાયરેક્ટર વિજય ગુટ્ટેની ૩૪ કરોડના ફ્રોડ કેસમાં કરાઈ ધરપકડ

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, વિજય ગુટ્ટેની કંપની VRG ડિજિટલ કોર્પ પ્રાઈવેટ લિમિટેડ પર ફેક ઇનવોઈસ દ્વારા ૩૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, એનિમેશન અને મેનપાવર માટે બીજી કંપની (હોરિજોન આઉટસોર્સ સોલ્યુશન પ્રા. લિ.)પાસેથી ૩૪ કરોડ રૂપિયાના ફેક ઇનવોઇસ લીધા હતા.

આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે, તેઓની અન્ય એક કંપની પર પણ ૧૭૦ કરોડ રૂપિયાનો GST ફ્રોડનો આરોપ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફેક ઇનવોઈસ મામલે વિજય ગુટ્ટે તપાસ કરી રહેલા અધિકારીઓને સહયોગ કરી રહ્યા નથી અને હાલમાં તેઓને આગામી ૧૪ ઓગષ્ટ સુધી આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા એડવાઇઝર રહેલા સંજય બારુંની બુક પર આધારિત છે અને આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર લીડ રોલમાં છે.

હંસલ મહેતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્માં અનુપમ ખેર ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર, પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શિવરાજ પાટિલ, પી વી નરસિમ્હા રાવ જેવા રાજકીય નેતાઓની ભૂમિકામાં જોવા મળશે.