ગુજરાત/ કોંગ્રેસ કૌભાંડોની બેતાજ બાદશાહ, અમિત ચાવડાના નિવેદન પર વિજય રૂપાણીનો પલટવાર

પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાઈ છે. રાજકીય રોટલા શેકવા આજે કોંગ્રેસ મેદાને આવી છે.હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી લાંગાના કથિત પત્ર પર અમિત ચાવડા આક્ષેપો લગાવે છે.

Gujarat Others Trending
કોંગ્રેસ

ગાંધીનગરમાં કલોલ તાલુકાના મુલાસણની પાંજરાપોળની જમીનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર કરેલા પ્રહારો બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કર્યો હતો. વિજય રૂપાણીએ લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિજય રૂપાણીએ વિપક્ષ નેતા અમિત ચાવડાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા સામે મેં જ તપાસ બેસાડી હતી. કોંગ્રેસને કૌભાંડોની બેતાજ બાદશાહ ગણાવી હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાઈ છે. રાજકીય રોટલા શેકવા આજે કોંગ્રેસ મેદાને આવી છે.હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી લાંગાના કથિત પત્ર પર અમિત ચાવડા આક્ષેપો લગાવે છે. 5 વર્ષ મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષર તપાસ કરવા લખ્યું છે. મારી જ સરકાર વખતે મેં તપાસ સોંપી હતી. લાંગા સામે અનેક ફરિયાદો મળતી હોવાથી મેં તપાસના આદેશ આપ્યા હતા. જો હું જ સંડોવાયેલો હોવ તો થોડી તપાસ સોંપુ. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મેં ગઈકાલે દૈનિક સમાચાર પત્રમાં રદીઓ આપ્યો હતો જે આજે છાપીઓ પણ છે.

ગાંધીનગરમાં જમીન કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે પાંજરાપોળની જમીનમાં કૌભાંડ આચર્યું છે. ઉચ્ચ અધિકારીઓએ સરકારના ઈશારે આ કૌભાંડ આચર્યું છે. કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આરોપ લાગ્યો છે. વિજય રૂપાણી અને પૂર્વ મહેસુલ મંત્રી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર જમીન કૌભાંડ પર સરકાર સ્પષ્ટતા કરે. સરકાર જમીનનો કબજો પરત લે અને જમીન પર થતા બાંધકામ અટકાવે. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 50 હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ થયું છે. હાઈકોર્ટે સુઓમોટો કરી હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરે. તેમજ SITની રચના કરી તપાસ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાય છે. લાંઘાના કથિત પત્ર પર અમિત ચાવડા આક્ષેપો કરે છે. 5 વર્ષ મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષરે તપાસ કરવા લખ્યું છે. મારી જ સરકાર વખતે મેં તપાસ સોંપી હતી. લાંગા સામે અનેક ફરિયાદો મળતી હોવાથી મેં તપાસના આદેશ આપ્યા હતા. જો હું જ સંડોવાયેલો હોવ તો થોડી તપાસ સોંપુ. આ કેસમાં હાઈ પાવર કમિટીમાં નીતિ વિષયક ચર્ચા થતી હોય છે. આ બાબતે ક્યારેય હાઈ પાવર કમિટીમાં ચર્ચા થઈ પણ નથી.

કૌશિક પટેલે જણાવ્યું કે, હું જ્યારે મહેસૂલ મંત્રી હતો, ત્યારે તમામ કલેક્ટરોના કામગીરી અંગેના સી. આર. રિપોર્ટ કલેક્ટરના પરફોર્મમન્સના આધારે ભરવાના હોય છે, ત્યારે મારી પાસે પણ લાંગાની ગેરરીતિની અનેક ફરિયાદ આવતી હતી અને અને તેથી મેં તેમના સી. આર. રિપોર્ટમાં નોન પરફોર્મિંગ અને ગેરરીતિના કારણે માર્ક ઓછા કરેલ હતા. તેથી રાજકીય રીતે બદનામ કરવા ખોટી બાબતો પત્રમાં લખીને પોતાનો દ્વેષ વ્યક્ત કર્યા છે.

આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ

આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી

આ પણ વાંચો:ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ