વિક્રાંત રોણા/ કિચ્ચા સુદીપ અને જેકલીન ફર્નાન્ડિઝની 3ડી ફેન્ટસી ફિલ્મ પાંચ ભાષામાં થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ

વિક્રાંત રોણાનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં બાદશાહ કિચ્ચા સુદીપને વિક્રાંત રોણા ઉર્ફે ધ લોર્ડ ધ ડાર્કના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે.

Top Stories Entertainment
વિક્રાંત રોણા

કિચ્ચા સુદીપ અને જૈકલીન ફર્નાડીઝના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. કારણકે બંને સ્ટારની ફિલ્મ વિક્રાંત રોણા ખૂબ ઝડપથી મોટા પડદા પર જોવા મળશે. આ 3ડી ફેન્ટસી એક્શન એડવેન્ચરનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં બાદશાહ કિચ્ચા સુદીપને વિક્રાંત રોણા ઉર્ફે ધ લોર્ડ ધ ડાર્કના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે જે તેના દુશ્મનોના દિલમાં ડર જગાવીને ફેન્સના દિલ જીતવામાં સફળ રહી શકે છે. આ ટીઝરમાં ફિલ્મના અનેક પહેલુને ઊંડાઈથી જોઈ શકાય છે. ટીઝર જોઈને ફિલ્મ ઇતિહાસ રચી શકે તેવો અંદાજ કરી શકાય ખરા.

ફિલ્મને ખૂબ પ્રમોટ કરવામાં આવી રહી છે જેથી દર્શકોમાં ઉત્સાહ અને રોમાંચ જળવાઈ રહે. મેકર્સ ફિલ્મના બોકસ ઓફિસ પરના રેકોર્ડને તોડવા માટે 4 સુપરસ્ટાર સલમાનખાન, ચિરંજીવી, મોહનલાલ અને સિમ્બુ  દ્વારા હિન્દી, તેલુગુ, મલયાલમ અને તમિલમાં ફિલ્મનું ટીઝર લોન્ચ કરતાં જોવા મળ્યા છે. ફિલ્મને એક ઊંચાઈ પર લઈ જવા માટે જાણે ફિલ્મ મેકિંગ સાથે ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગ ઉપર પણ વિશેષ  ધ્યાન આપી રહ્યા છે. ચાર ચાર સ્ટાર પાસે ફિલ્મનું પ્રમોશન કરાવવું એ બાબત જ જણાવે છે કે ફિલ્મ અગાઉ અનેક રેકોર્ડ તોડી શકે છે. ધ બુર્જ ખલીફા ઉપર તેના ટાઇટલ સોંગથી લઈને જૈકલીનને બોર્ડ ઉપર લાવવવા માટે સુધી અને 50થી વધુ દેશોમાં રિલીઝની જાહેરાતથી વિક્રાંત રોણા દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે એક્શન ડ્રામા ‘પહેલવાન’ની સફળતા બાદ ઝી સ્ટુડીઓએ કિચ્ચા ક્રિએશન સાથે તેના મેગા વેન્ચર, પેન ઈન્ડિયા ફિલ્મ વિક્રાંત રોણા ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં સુદીપ અને જૈકલીન, નિરૂપ ભંડારી, નીતા અશોક સાથે જોવા મળશે. આ ફિલ્મને ડિરેક્ટ અનુપ ભંડારીએ કરી છે અને 28 જુલાઇના રોજ આ ફિલ્મ બોક્સ ઑફિસ ઉપર જાદુ કરશે એવું મેકર્સનું કહેવું છે.