ચુકાદો/ વર્ષ ૨૦૦૨ કોમી રમખાણ વખતે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવાના મામલે ગ્રામ્ય કોર્ટે ફટકારી સજા

ગત 2002ની સાલમાં જયારે સમગ્ર અમદાવદમાં કર્ફ્યુ લદાયો હતો. તે દરમ્યાન સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતાની ફરજ ઉપર હાજર હેડ. કોન્સ્ટેબલ અમરાભાઈ રેવાભાઈ ને અભદ્ર ગાળો બોલી અપમાનિત કરવા તેમજ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કરવાનાં ગુનામાં જુહાપુરાના એક શખ્સ પિન્ટુ ઉર્ફે સફીભાઈ બાબુભાઈ શેખને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કસૂરવાર ઠેરવી 2 વર્ષ કેદની […]

Ahmedabad Gujarat
India law વર્ષ ૨૦૦૨ કોમી રમખાણ વખતે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવાના મામલે ગ્રામ્ય કોર્ટે ફટકારી સજા

ગત 2002ની સાલમાં જયારે સમગ્ર અમદાવદમાં કર્ફ્યુ લદાયો હતો. તે દરમ્યાન સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતાની ફરજ ઉપર હાજર હેડ. કોન્સ્ટેબલ અમરાભાઈ રેવાભાઈ ને અભદ્ર ગાળો બોલી અપમાનિત કરવા તેમજ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કરવાનાં ગુનામાં જુહાપુરાના એક શખ્સ પિન્ટુ ઉર્ફે સફીભાઈ બાબુભાઈ શેખને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કસૂરવાર ઠેરવી 2 વર્ષ કેદની સજા ફટકારી હતી. તેમજ દંડ ના ભરવામાં આવે તો વધુ એક માસ કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

 

બનાવની વિગત એવી છે કે 2002 ની સાલમાં અમદાવાદમાં કર્ફ્યુ હતો.તે દરમ્યાન સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર કે જે અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી સરખેજની સ્થાનિક પોલીસ પણ કર્ફ્યુ સમયે પોતાની ફરજ નિભાવી રહી હતી. તે દરમ્યાન એક શખ્સ પિન્ટુ ઉર્ફે સફીભાઈ બાબુભાઈ શેખ કર્ફ્યુનો ભંગ કરી વિસ્તારમાં ગંદી ગાળો બોલી અને હાથમા છરી લઈને અરાજકતા ફેલાવવાની કોશિષ કરી રહ્યો હતો. સરખેજ પોલીસ સ્ટેશનમાં હેડ. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ ગંદી ગાળો બોલતા શખ્સને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પિન્ટુ ઉર્ફે સફી શેખ કોઈ વાત માનવા તૈયાર થયો ન હતો. ઉલ્ટાનું પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ રેવાભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમજ પોતાની પાસે ગેરકાયદેસર રીતે રાખેલી છરી વડે પોલીસકર્મી અમરાભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ પોલિસકર્મી એ સમય સુચકતા દાખવી બંદોબસ્તમાં મળેલી રાયફલ છરીના વાર સામે આગળ કરી દીધી હતી. સદનસીબે તેને કોઈ ઇજા કે હાની પહોંચી ન હતી. આ બનાવ બનતા આજુબાજુના પોલીસકર્મીઓ આવી પહોંચતા માથાભારે શખ્સ પિન્ટુ ઉર્ફે સફીભાઈ શેખને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ પોલીસકર્મી અમરાભાઈ રેવાભાઈ એ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

 

સરખેજ પોલીસે આરોપી પિન્ટુ ઉર્ફે સફીભાઈ શેખ કે જે સંકલિત નગર જુહાપુરાનો રહેવાસી હતો, તેની સામે રાજ્યસેવક ઉપર હુમલો કરવા, તેના કામમાં રુકાવટ પેદા કરવા, તેમજ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા અને કર્ફ્યુ ભંગ કરવા જેવા ગુનાઓ નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ સાક્ષીઓ, વકીલોની દલીલ, અને પુરાવાઓ ચકાસી આરોપીને 2 વર્ષ કેદની સજા અને 500 રૂપિયા દંડ ફાટકર્યો છે.

 

આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીપક્ષ તરફથી વિદ્વાન વકીલ  એસ.જી. મન્સૂરીએ કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, આરોપી ગરીબ પરીવારમાંથી છે, ઉંમર લાયક છે, તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેમજ આરોપીની માતા કે જે, ઉમરલાયક છે તેની જવાબદારી તથા તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી આરોપી ઉપર જ નિર્ભર છે. જેથી આરોપીને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. ખુદ આરોપી પિન્ટુ ઉર્ફે સફી શેખે પણ જજ સાહેબ સમક્ષ રજુઆત કરી હતી કે, કોર્ટ તેની ભૂલને માફ કરે અને તેના અને તેમના પરીવાર ઉપર રહેમ કરે.તો બીજીતરફ સરકારપક્ષ તરફથી સરકારી વકીલ  ધીરુભાઈ. જે. પરમાર દ્વારા કોર્ટમાં ધારધાર દલીલો રજુ કરવામાં આવી હતી. સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારે જજ સાહેબ તૃપ્તિબેન ભાડજા સમક્ષ રજુઆત કરી હતી કે, આરોપી દ્વારા સરકારી કર્મચારી ઉપર છરીથી હુમલો કર્યો છે.આરોપીઓમાં અને સમાજમાં દાખલો બેસે, તેમજ તેઓ આવા ગુના ફરીવાર ના કરે, તથા બીજાને પણ સજા અંગે પ્રેરણા મળે તેથી આરોપીને વધુમાં વધુ સજા અને દંડ કરવો જોઈએ.

 

અમદાવાદ ગ્રામ્યકોર્ટનાં જજ સાહેબ તૃપ્તિબેન ભાડજા એ આ કેસના તમામ સાક્ષીઓ, પુરાવાઓ, ફરીયાદ પક્ષની હકીકતો અને સરકારપક્ષના સરકારી વકીલ શ્રી ધીરુભાઈ. જે. પરમારની સમગ્ર દલીલો સાંભળી આરોપી પિન્ટુ ઉર્ફે સફીભાઈ બાબુભાઈ શેખને કસૂરવાર ઠેરવી 2 વર્ષ કેદની સજા તેમજ 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.