મંતવ્ય સ્પેશિયલ/ સાણંદનાં લોદરિયાળ ગામ નજીક એક કંપની કરી છે પોતાની મનમાની : પ્રદુષણથી લઈને ભેદભાવ સુધીના અનેક નિયમોનો કરે છે ભંગ

ગ્રામજનોનું કહેવું છે કે વરસાદી પાણીની આડમાં કંપની તેનું ગંદુ પાણી જાહેરમાં છોડે છે અને કંપની અનેક બાબતોમાં પોતાની મનમાની કરે છે.

Top Stories Ahmedabad Gujarat
મંતવ્ય સ્પેશિયલ

સાણંદ તાલુકાના લોદરિયાળ ગામ નજીક દિશમાન કાર્બોઝન એમસીસ લીમિટેડ કંપની આવેલી છે. આ કંપની તેના યુનિટમાં નીકળતું ગંદુ પાણી જાહેરમાં છોડી દે છે એવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે વરસાદી પાણીની આડમાં કંપની તેનું ગંદુ પાણી જાહેરમાં છોડે છે.

લોદરિયાળ ગામ

વધુ વિગત અનુસાર ગ્રામજનોનું કહેવું છે કે કંપનીએ તેના ગંદા પાણીનો નિકાય યોગ્ય કરવાનો હોય છે જેથી કેમિકલ વાળા પાણીની અસર જમીનને થાય નહિ અને જમીન બગડે નહિ પરંતુ દિશમાન કાર્બોઝન એમસીસ કંપની જાહેરમાં ગંદુ પાણી છોડે છે અને તેનાથી જમીનને નુકસાન થાય છે તો પાક ખરાબ થાય છે. વધુ જણાવતા ગ્રામજનોનું કહેવું હતું કે, રાતના સમયે કંપની દ્રારા ઝેરી ગેસ છોડવામાં આવે છે અને તેનાથી બાળકો તથા ગામનાં લોકોને શ્વાસ લેવામાં તખલીફ પડી રહી છે. કંપની દ્રારા કંપની અંદર લગભગ ૬ થી ૭ બોરિંગ બનાવામાં આવ્યા છે ને કેમિકલ પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે જેથી ગામમાં પીવાના પાણી પણ દુષિત થઈને કેમિકલવાળું પાણી આવી રહ્યું છે, જેના કારણે ગામના નાના મોટા લોકો બીમાર થઈ રહ્યા છે.

લોદરિયાળ ગામ

 

ગ્રામજનોએ કંપનીઓ ઉપર અનેક આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કંપનીની મનમાનીના કારણે ગ્રામજનોનને અનેક સમસ્યાઓ સતાવી રહી છે. ગ્રામજનોમાં એક ચર્ચા એવી પણ છે કે આજુબાજુ ગામના લોકો જે આ કંપનીમાં નોકરી કરતા હતા તે દરેક કર્મચારીઓને કંપનીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે. જો ખેડૂતો તેમના પ્રશ્નોની રજુવાત કરવા જાય છે તો કોઈ જ સમસ્યા સાંભળવા માટે તૈયાર જ નથી અને કાઢી મૂકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ચોકી કંપનીની મદદથી બનાવવામાં આવી છે આથી કંપનીનો થોડો વિશેષ ખયાલ રાખવામાં આવી રહ્યો છે. પરેશાન ગ્રામજનોને હવે કોની પાસે મદદ માગવી એ જ મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા કોઈ પગલાં લેવામાં આવે અને આ ગ્રામજનોને રાહત મળે તે અનિવાર્ય બની ગયું છે.

લોદરિયાળ ગામ

આ પણ વાંચો :  હિંમતનગરમાં હેબતાઈ જવાય તેવા છે શાકભાજીનાં ભાવ : રૂ.100માં માંડ મળશે એક કિલો શાક