Not Set/ હળવદ/ મંગળપુરમાં પાણી માટે હલ્લાબોલ કરતાં ગ્રામજનો

હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં આજેપણ પીવાલાયક પાણી નહીં પહોંચતા મંગળપુરના ગ્રામીણોએ હલ્લાબોલ કર્યો હતો.  જેમાં જણાવ્યું કે, આજથી બે વર્ષ પહેલાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા પાણીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને આ પાણી પીવાલાયક નહીં હોવાનું કહ્યું હતું. પરંતુ આજદિન સુધી પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. મંગળપુર ગામની વસ્તી આશરે બારસો જેટલી છે. જેમાં […]

Gujarat Others
dhummas 4 હળવદ/ મંગળપુરમાં પાણી માટે હલ્લાબોલ કરતાં ગ્રામજનો
હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં આજેપણ પીવાલાયક પાણી નહીં પહોંચતા મંગળપુરના ગ્રામીણોએ હલ્લાબોલ કર્યો હતો.  જેમાં જણાવ્યું કે, આજથી બે વર્ષ પહેલાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા પાણીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને આ પાણી પીવાલાયક નહીં હોવાનું કહ્યું હતું. પરંતુ આજદિન સુધી પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી.
મંગળપુર ગામની વસ્તી આશરે બારસો જેટલી છે. જેમાં ૮૦ ટકા લોકો પાણીની કોઈ ને કોઈ બિમારી જેવી કે પેટમાં દુખાવો, દાંત વહેલાં પડી જવા, સાંધાનો દુખાવો સહિત અનેક રોગોથી પિડાઈ રહ્યાં છે. અને ૬૦ થી વધારે તો પથરીઓના દર્દીઓ છે. જ્યારે અવારનવાર ગ્રામસભા દરમિયાન પીવાલાયક પાણીની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી ત્યારે આજે મંગળપુર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. અને પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.