Paris Olympics 2024/ વિનેશ ફોગાટે અયોગ્યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં કરી અપીલ, આજે સુનાવણી

વિનેશ ફોગાટની અપીલ પરનો નિર્ણય આજે સવારે લેવામાં આવશે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10-દિવસના સમયગાળા દરમિયાન……..

Top Stories Breaking News Sports

Sports News: વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CAS)માં અપીલ દાખલ કરી છે. તેમજ સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગણી કરી હતી. વિનેશ ફોગાટને બુધવારે સવારે 100 ગ્રામ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

વિનેશ ફોગાટની અપીલ પરનો નિર્ણય આજે સવારે લેવામાં આવશે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10-દિવસના સમયગાળા દરમિયાન ઉદ્ભવતા કોઈપણ વિવાદના મધ્યસ્થી દ્વારા નિરાકરણ માટે રમતગમત માટેના એડ-હોક વિભાગની સ્થાપના કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ગુરુવારે(આજે) સવારે થશે. સેમિફાઇનલમાં વિનેશ સામે હારેલી ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝે તેનું સ્થાન ફાઈનલમાં લીધું છે.

વિનેશે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગના પ્રથમ રાઉન્ડમાં વિશ્વની નંબર વન રેસલરને હરાવી હતી. આ પછી, તેને ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનિયન ખેલાડીને હરાવી અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. સેમિફાઈનલમાં ક્યુબાના કુસ્તીબાજને હરાવીને તેણે ઓલિમ્પિક કુસ્તીના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

વિનેશને અયોગ્ય જાહેર કર્યા બાદ દેશમાં ફેલાઈ હતી નિરાશા 

વિનેશ ફોગાટ ઓલિમ્પિક રેસલિંગ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. વિનેશે આ જીત સાથે ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. જો કે ફાઈનલ મેચ પહેલા ભરત અને વિનેશ માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સમાચારથી દેશભરના રમતપ્રેમીઓની આંખોમાં આંસુ આવી ગયા.

હવે વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CAS)માં અપીલ દાખલ કરી છે. સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવાની પણ માગ કરવામાં આવી છે. CAS વિશ્વભરમાં રમતગમતની સેવા આપતી સ્વતંત્ર સંસ્થા છે. તેનું કાર્ય રમતગમતને લગતા તમામ કાયદાકીય વિવાદોનું સમાધાન કરવાનું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ’, વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ

આ પણ વાંચો:વિનેશ ફોગાટને સિલ્વર આપો! અમેરિકન રેસલર અને ગોલ્ડ મેડલિસ્ટનું મોટું નિવેદન, કુસ્તીબાજ માટે મેડલ મેળવવાની ઝુંબેશ તેજ

આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?