Tokyo Paralympics/ વિનોદ કુમારને નહિ મળે જીતેલો બ્રોન્ઝ મેડલ, આ ગેમમાં લીધો હતો ભાગ

વિનોદ કુમારે ક્લાસિફિકેશન નિરીક્ષણમાં ‘અયોગ્ય’ કહેવમાં આવ્યા બાદ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની F52 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો…

Top Stories Sports
બ્રોન્ઝ મેડલ

ભારતના વિનોદ કુમારે ક્લાસિફિકેશન નિરીક્ષણમાં ‘અયોગ્ય’ કહેવમાં આવ્યા બાદ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની F52 ડિસ્ક થ્રો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો, જાપાનની રાજધાની ટોક્યોમાં પેરાલિમ્પિક્સમાં રવિવારે પુરુષોની ડિસ્ક થ્રો એફ 52 ઇવેન્ટના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતના વિનોદ કુમારે આ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અપીલ પર, આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) એ પરિણામોની સમીક્ષા કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો:કોહલીની RCB ને લાગ્યો વધુ એક ઝટકો, હવે આ ખેલાડી IPL ફેઝ 2 માંથી બહાર

બીએસએફ જવાન 41 વર્ષીય વિનોદ કુમારે 19.91 મીટરનો પોતાનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો અને ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધામાં 20.02 મીટર સાથે પોલેન્ડના પિઓત્ર કોસેવિક્ઝે ગોલ્ડ અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોરે 19.98 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

જોકે, કેટલાક સ્પર્ધકો દ્વારા આ પરીણામને પડકારવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, વિનોદ કુમાર મેન્સ F52 ડિસ્કસ મેડલ ઈવેન્ટ માટે અયોગ્ય ઠર્યા છે અને સ્પર્ધામાં તેમનું પરીણામ પણ રદબાતલ કરવામાં આવે છે.

આ પણ વાંચો:ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ મયંતી લેંગરે પતિ બિન્નીનો ફોટો શેર કરી ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

F52 એવા એથ્લેટ્સ માટેની કેટેગરી છે જેમના સ્નાયુઓની શક્તિ નબળી હોય, રેન્જ મૂવમેન્ટ મર્યાદિત હોય, પગની લંબાઈમાં ડિફરન્સ હોય. એથ્લેટ્સ સર્વાઈકલ કોર્ડ ઈન્જરી, સ્પાઈનલ કોર્ડ ઈન્જરી, એમ્પ્યુટેશન અને ફંક્શનલ ડિસઓર્ડર સાથે બેસવાની સ્થિતિમાં સ્પર્ધામાં ભાગ લે છે.

પેરાએથ્લેટ્સને તેમની ડિસએબિલિટીના આધારે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. આ ક્લાસિફિકેશન સિસ્ટમ એથ્લેટ્સને તેમના જેવી ડિસએબિલિટી ધરાવતા એથ્લેટ્સ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો:સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ફેન્સે શરૂ કર્યુ ટ્રોલિંગ

આ પણ વાંચો:ભાલા ફેકમાં દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે જીત્યા મેડલ

આ પણ વાંચો:કોહલીની વિરાટ ટેન્શન દૂર, હવે આ બે ખાલાડી બનશે RCB ની Strength