Not Set/ વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ જીતીને ભારતને ત્રીજો મેડલ અપાવ્યો

વિનોદ કુમારે 19.91 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે એશિયન રેકોર્ડ તોડ્યો,ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો ભાવિના અને નિષાદે સિલ્વર મેડલ જીત્યા છે

Top Stories
vinod kumar વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ જીતીને ભારતને ત્રીજો મેડલ અપાવ્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મલ્યો છે આ વખતે મેડલ વિનોદ કુમારે અપાવ્યો છે, ટોક્યોમાં રમાઇ રહેલી પેરાલિમ્પિકમાં ડિસ્ક થ્રોની એફ 52 ની કેટેગરીમાં વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો વિનોદ કુમારે 19.91 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે એશિયન રેકોર્ડ તોડ્યો અને ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો ,અને દેશનો નામ રોશન કર્યો હતો ભારત  માટે આ વર્ષ મેડલ માટે સારો રહ્યો છે. આ પહેલા ભાવિના પટેલે અને નિષાદ કુમારે સિલ્વર મેડલ જીતીને ભારતો ગૌરવ વધાર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથલિટ નિષાદ  કુમારે દેશને હાઇ જમ્પમાં બીજો મેડલ અપાવ્યો છે. નિષાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ સવારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા ટેબલ ટેનિસ સ્પર્ધાની વર્ગ 4 ની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.જ્યારે પુરુષોની ઉંચી કૂદની ઇવેન્ટમાં નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો અને ભારતનો બીજો મેડલ અપાવ્યો હતો. અગાઉ તીરંદાજીમાં રાકેશ કુમાર અને જ્યોતિ બાલિયાની ભારતીય જોડીને મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.