bengal/ બીરભૂમમાં TMC નેતા પર બોમ્બ હુમલા બાદ હિંસા ફાટી નીકળી, 10 લોકો જીવતા સળગ્યા

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ TMC કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ. રોષે ભરાયેલા ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી.

Top Stories India
bangal

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC નેતાની હત્યા બાદ TMC કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ. રોષે ભરાયેલા ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરીને આગ ચાંપી દીધી હતી. આગમાં 10 લોકો જીવતા દાઝી ગયા હતા. હાલમાં વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની તપાસમાં મામલો રાજકીય હરીફાઈનો હોવાનું જણાય છે.

સોમવાર રાતની ઘટના

રિપોર્ટ્સ અનુસાર, ફાયર વિભાગને સોમવારે રાત્રે આગ લાગવાની માહિતી મળી હતી. જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 10-12 ઘર બળી ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ટીમે જણાવ્યું કે એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ બહાર આવ્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બારશાલ ગ્રામ પંચાયતના ઉપાધ્યક્ષ ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ભાદુના મૃત્યુના સમાચાર TMC કાર્યકરો સુધી પહોંચતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. આ પછી તેમના સમર્થકોએ શકમંદોના ઘરોમાં આગ લગાવી દીધી હતી. પોલીસ પણ આને રાજકીય દુશ્મનાવટનો મામલો ગણાવી રહી છે, પરંતુ આસપાસના વિસ્તારમાં તંગદિલીભર્યા વાતાવરણને જોતા પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે. પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ટીએમસીના પ્રતિનિધિઓ રામપુરહાટ જશે

આ ઘટના પછી, એવા અહેવાલ છે કે ટીએમસીના કેટલાક પ્રતિનિધિઓ રામપુરહાટ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમ પણ ઘટનાસ્થળે પહોંચશે.