મહારાષ્ટ્ર/ અમરાવતીમાં ભારે હિંસા ને કારણે, 4 દિવસનો કર્ફ્યું લાગૂ કરાયો, ઇન્ટરનેટ પણ રહેશે બંધ

સતત બીજા દિવસે અમરાવતીમાં પથ્થરમારાની ઘટના સર્જાઇ અને દુકાનોમાં આગ લગાવવામાં આવી. શનિવારે અમરાવતીમાં હિંદુ સંગઠનોએ બંધની જાહેરાત કરી હતી.

India
Untitled 191 અમરાવતીમાં ભારે હિંસા ને કારણે, 4 દિવસનો કર્ફ્યું લાગૂ કરાયો, ઇન્ટરનેટ પણ રહેશે બંધ

મહારાષ્ટ્રના અમરાવતીમાં શનિવારના બંધ દરમિયાન ટોળાએ વિવિધ સ્થળોએ પથ્થરમારો કર્યા અને દુકાનોને નુકસાન પહોંચાડ્યા બાદ શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ  ઉપરાંત  ઇન્ટરનેટ પણ 3 દિવસ માટે બંધ  કરવામાં  આવ્યું છે .  પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો. ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં શુક્રવારે અમરાવતી શહેરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા આયોજિત રેલી દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો ;દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

રાજ્યની રાજધાનીથી લગભગ 670 કિમી દૂર આ પૂર્વી મહારાષ્ટ્ર શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં સેંકડો લોકો નારા લગાવતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમાંથી ઘણાના હાથમાં ભગવા ઝંડા હતા.ટોળાના કેટલાક સભ્યોએ રાજકમલ ચોક વિસ્તારમાં અને કેટલાક અન્ય સ્થળોએ પથ્થરમારો કર્યો હતો  જયારે પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચો ;Video / સામાજિક પ્રથા જાળવી ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં આપ્યું ભાષણ, જુઓ

સતત બીજા દિવસે અમરાવતીમાં પથ્થરમારાની ઘટના સર્જાઇ અને દુકાનોમાં આગ લગાવવામાં આવી. શનિવારે અમરાવતીમાં હિંદુ સંગઠનોએ બંધની જાહેરાત કરી હતી. આ બંધ શુક્રવારે કટ્ટરપંથીઓ તરફથી થયેલી હિંસાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. જોકે માંલેગાવ અને નાંદેડમાં શાંતિ યથાવત છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમરાવતી શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ સીઆરપીસીની કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાને 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેનું કહેવું છે કે જો જરૂર પડશે તો અમે વધુ ફોર્સનો ઉપયોગ કરીશું.