Viral Video/ કોરોનાથી બચવા ચાઇનીઝ દંપતીએ શોધ્યો અનોખો કીમિયો

ચીન હાલમાં કોરોનાના વિસ્ફોટનો સામનો કરી રહ્યુ છે. આ સમયે ચીનના એક દંપતીએ કોરોનાથી બચવાનો અનોખો કીમિયો શોધી કાઢ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Top Stories World
chinese couple કોરોનાથી બચવા ચાઇનીઝ દંપતીએ શોધ્યો અનોખો કીમિયો

ચીન (China) હાલમાં કોરોનાના (Corona) વિસ્ફોટનો સામનો કરી રહ્યુ છે. આ સમયે ચીનના એક દંપતીએ (Chinese couple) કોરોનાથી બચવાનો અનોખો કીમિયો શોધી કાઢ્યો છે. આ વિડીયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.

આ દંપતી કરિયાણાની ખરીદી કરતું જોવા મળે છે. તેણે તેમની આસપાસ એક પ્લાસ્ટિક શીટ (Plastic sheet)રાખી છે, જેને છત્રીના સપોર્ટ પર રાખવામાં આવી છે. પતિપત્ની બંને પ્લાસ્ટિકના રક્ષણાત્મક કવરમાં ઊભા અને ચાલતા જોવા મળે છે.

વિડીયોમાં, મહિલા શાકભાજી (vegetables) ખરીદવા માટે આગળ વધે છે, તે કોઈપણ પ્રકારનું સંક્રમણ ટાળવા માટે, કવરમાંથી તેનો હાથ સહેજ દૂર કરે છે, પાર્સલ લે છે અને તરત જ તેને ફરીથી નીચે ખેંચે છે. ચૂકવણી કરતી વખતે પત્ની તે જ વાતનું પુનરાવર્તન કરે છે.

એકવાર તેઓ ખરીદી કરી લે છે, તેઓ સામાન્ય રીતે ચાલ્યા જાય છે. લોકો આ કૃત્યથી બહુ આશ્ચર્ય પામ્યા હોય તેવું લાગતું નથી. આ વિડીયો મૂળ પીપલ્સ ડેઈલી ચાઈના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટ કરવામાં આવેલો આ વિડીયો બતાવે છે કે, “કોરોના સંક્રમણથી બચવા માટે ચીનમાં આવા ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.”

ચીનમાં વાઇરસની સુનામીના કારણે હોસ્પિટલની ભીડ અને સ્મશાનમાં ઓવરફ્લો અનુભવાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, ચીનમાં લગભગ 3.7 કરોડ લોકો આ અઠવાડિયે એક જ દિવસે કોવિડ -19થી સંક્રમિત થયા હોવાનું મનાય છે.

ચીનના એક શહેરમાં દરરોજ દરરોજ પાંચ લાખથી વધુ લોકો કોવિડ -19 થી સંક્રમિત થઈ રહ્યા છે, ચીનના વરિષ્ઠ આરોગ્ય અધિકારીની પડદા પાછળની કબૂલાત દર્શાવે છે કે દેશના સત્તાવાર આંકડામાં ચેપનું મોજું પ્રતિબિંબિત થતું નથી.
ચીનના વિવિધ શહેરોએ કોરોનાનો સામનો કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, કારણ કે વધતા જતા ચેપે ફાર્મસીઓને ખાલી કરી દીધી છે, હોસ્પિટલના વોર્ડ્સ ભર્યા છે અને સ્મશાન અને અંતિમ સંસ્કાર ગૃહોમાં મોટો બેકલોગ ખડકાયો છે.

સરકારના કડક પરીક્ષણ આદેશના અંતથી કેસલોડને ટ્રેક કરવું વર્ચ્યુઅલ રીતે અશક્ય બન્યું છે, બીજી બાજુ સત્તાવાળાઓએ એક પગલામાં કોવિડ-19 મૃત્યુની તબીબી વ્યાખ્યાને સંકુચિત કરી દીધી છે. આના પગલે નિષ્ણાતોએ કહ્યું છે કે વાયરસથી થતાં મૃત્યુની સંખ્યાને ચીન ચોક્કસપણે ઓછી દર્શાવશે. તેના લીધે ચીનની વાસ્તવિક સ્થિતિ અને સરકારી આંકડા વચ્ચે બહુ મોટો તફાવત હોઈ શકે તેમ નિષ્ણાતો માને છે.

આ પણ વાંચોઃ

COVID/ ચીનમાં 10 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત, 10 લાખ લોકોના મોત, ભારતીય ડોક્ટરે કર્યો દાવો

Corona Update/ કોરોનાના લીધે ચીનની ભયાવહ સ્થિતિ, ગામડામાં પહોચ્યો વાયરસ, આટલી આબાદી સંક્રમિત થવાની સંભાવના!