Corona Update/ કોરોનાના લીધે ચીનની ભયાવહ સ્થિતિ, ગામડામાં પહોચ્યો વાયરસ, આટલી આબાદી સંક્રમિત થવાની સંભાવના!

ચીનમાં હવે જીવલેણ કોરોના વાયરસનો મોટો ખતરો છે. એક અહેવાલ અનુસાર, ગ્રામીણ ચીનમાં રહેતા 500 મિલિયનથી વધુ લોકોને આગામી દિવસોમાં કોરોના ચેપની લહેરનો સામનો કરવો પડી શકે છે

Top Stories World
fear of Corona in China

fear of Corona in China  :ચીનમાં હવે જીવલેણ કોરોના વાયરસનો મોટો ખતરો છે. એક અહેવાલ અનુસાર, ગ્રામીણ ચીનમાં રહેતા 500 મિલિયનથી વધુ લોકોને આગામી દિવસોમાં કોરોના ચેપની લહેરનો સામનો કરવો પડી શકે છે, કારણ કે લાખો સ્થળાંતર મજૂરો જાન્યુઆરીમાં લુનાર ન્યૂ યર (LNY) રજાઓ માટે તેમના ગામો પરત ફર્યા  છે. ચીનના ગામડાઓમાં (village) ચેપ પહેલાથી જ ફેલાવા લાગ્યો છે. ઘણા ગ્રામીણ દવાખાનાઓ પહેલેથી જ તાવથી પીડિત દર્દીઓથી ભરેલા છે અને કોરોનાના લક્ષણો સાથે ક્લિનિક્સને જાણ કરી રહ્યા છે.

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ મહિનાના પ્રથમ 20 દિવસમાં 24 કરોડ 80 લાખ કેસ નોંધાયા છે. અહીં એક દિવસમાં સૌથી વધુ 3 કરોડ 70 લાખ કેસ સામે આવ્યા છે. બ્લૂમબર્ગ અનુસાર, આ આંકડા ચીનના નેશનલ હેલ્થ કમિશનના લીક થયેલા રિપોર્ટમાં સામે આવ્યા છે.

 

 

ચીનનો તાજેતરનો આંકડો ખૂબ જ ભયાનક છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 20 દિવસમાં ચીનમાં 25 કરોડ લોકો સંક્રમિત થયા છે. ચીનની હોસ્પિટલોમાં મૃતદેહોનો ઢગલો છે. સ્મશાનમાં(cemetery) અગ્નિસંસ્કાર માટે કોઈ સ્થાન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, (media report) ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દસ્તાવેજો લીક થયા છે, જેનાથી સંક્રમિતોનો આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. નિષ્ણાતોના મતે આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકા વસ્તીએ કોરોના સંક્રમિત હોવાનો દાવો કર્યો છે.

ચીનના આરોગ્ય વિભાગ(health department ) સાથે સંબંધિત સરકારી દસ્તાવેજો લીક થવાને કારણે જે ડેટા સામે આવ્યો છે તેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર ફરતા દસ્તાવેજોને ટાંકીને, રેડિયો ફ્રી એશિયાએ દાવો કર્યો છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઝીરો કોવિડ પોલિસી હળવી કરવામાં આવ્યા બાદ ચીનમાં સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે.

 

 

સત્તાવાર ગ્લોબલ ટાઇમ્સ (જીટી) ટેબ્લોઇડે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ચીનના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ફેલાવાનું શરૂ થયું છે. મોટી વાત એ છે કે શહેરની સરખામણીએ ગામડાઓમાં મેડિકલ સિસ્ટમ ખૂબ જ નબળી છે. આ વિસ્તારોમાં દવાઓ અને ડોકટરોની(docter) અછત છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો કાબૂમાં હતો, કારણ કે બહારથી આવતા લોકોને રોકવામાં આવ્યા હતા.

ચીનમાં 509.8 મિલિયન ગ્રામીણ રહેવાસીઓ
2021ની વસ્તી ગણતરી મુજબ ચીનમાં 509.8 મિલિયન (500 મિલિયન) ગ્રામીણ રહેવાસીઓ છે. આ બહુ મોટી વસ્તી છે, જે આવનારા અઠવાડિયામાં ઓમિક્રોનનું જોખમ હોઈ શકે છે. શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધોની વસ્તી પણ વધુ છે, આવી સ્થિતિમાં અહીં મૃત્યુની ટકાવારી પણ વધી શકે છે. આ મહિનાની શરૂઆતમાં ચીન તરફથી ઝીરો કોવિડ પોલિસીમાં સંપૂર્ણ છૂટ આપ્યા બાદ દેશમાં ચેપના( infection) કેસોમાં જબરદસ્ત વધારો થયો છે.

ચીનમાં લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે
ચીનની હોસ્પિટલોમાં કોવિડ-19ના લાખો કેસ નોંધાઈ રહ્યા છે અને શબઘરો મૃતદેહોથી ભરેલા છે. સત્તાવાર માહિતી અનુસાર, 1 ડિસેમ્બરથી દેશમાં ચેપના લાખો કેસ નોંધાયા છે અને સરકારે હવે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ‘ઇન્ટરનેટ હોસ્પિટલ’ ખોલવાની મંજૂરી આપી છે, જેથી તબીબી કેન્દ્રો પરનો ભાર ઘટાડી શકાય. આંકડાઓને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું કે આ સપ્તાહ મંગળવાર સુધીમાં ચેપના લગભગ 37 મિલિયન નવા કેસ નોંધાયા છે.

24 કરોડ 80 લાખ લોકો કોવિડથી પ્રભાવિત છે
હોંગકોંગથી પ્રકાશિત અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે ચીનના નેશનલ હેલ્થ કમિશનના લીક થયેલા દસ્તાવેજ અનુસાર, 1 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે, 248 મિલિયન લોકો અથવા લગભગ 17.56 ટકા વસ્તી કોવિડથી પ્રભાવિત છે.

Kankaria Carnival/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે,કોરોના ગાઇડલાઇન સાથે કરાશે