Viral video/ ક્રૂર વહુએ ઘરડા સાસુને સાવરણાથી માર્યો ઢોર માર, જુઓ Viral Video

વૃદ્ધાને કેવી રીતે નિર્દયતાથી તેની વહુ માર મારે છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે. લાચાર વૃદ્ધા ચીસો પાડીને રડે છે છતાં વહુને જરા પણ દયા આવતી નથી. મહત્વનું છે કે, હેવાનિયતનો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાઇરલ થતાં કળિયુગી વહુ તેના ઘરેથી ભાગી ગઈ હતી.

Videos
a 273 ક્રૂર વહુએ ઘરડા સાસુને સાવરણાથી માર્યો ઢોર માર, જુઓ Viral Video

સોશિયલ મીડિયામાં એક મહિલા દ્વારા પોતાના ઘરડા સાસુને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ઘરડા સાસુને ઢોર માર મારતી દેખાય છે. આ વિડીયો ઉત્તરપ્રદેશના આગ્રાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આગ્રાના બાહ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની 90 વર્ષની સાસુને નિર્દયતાથી માર માર્યો હતો. અહેવાલો અનુસાર 90 વર્ષીય માયા દેવી તેને કહ્યા વિના ઘરની બહાર ગયા હતા, જેના કારણે ગુસ્સે ભરાયેલી વહુએ સાસુને સાવરણીથી માર માર્યો હતો.

વૃદ્ધાને કેવી રીતે નિર્દયતાથી તેની વહુ માર મારે છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે. લાચાર વૃદ્ધા ચીસો પાડીને રડે છે છતાં વહુને જરા પણ દયા આવતી નથી. મહત્વનું છે કે, હેવાનિયતનો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાઇરલ થતાં કળિયુગી વહુ તેના ઘરેથી ભાગી ગઈ હતી. છતાં પોલીસે વહુની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી પોલીસે ઘરે વૃદ્ધાના ઘરે જઈ ભાવથી જમાડ્યા હતાં.

 જ્યારે મહિલા તેની સાસુને ઝાડુથી મારતી હતી, ત્યાં હાજર કોઈએ તેને માર મારવાનો વીડિયો બનાવ્યો હતો. વૃદ્ધ મહિલાને માર મારતો વીડિયો જોતાં વાયરલ થયો હતો. વીડિયોમાં માયા દેવી રડતી જોવા મળી રહ્યા છે અને મદદટ માંગી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાસુને મારનાર મહિલાનું નામ મુન્ની દેવી છે, જેની ઉંમર 60 વર્ષ છે.

વીડિયોની નોંધ લઈ આગ્રા પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ મુન્ની દેવી વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 હેઠળ ગુનો નોંધ્યો છે. મહિલાને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ તેને સોમવારે જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો