Not Set/ ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાબિત કરતો વીડિયો થયો વાયરલ

કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, તેને સાચા અર્થમાં સાબિત કરતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક યુવક એક 2 વર્ષની બાળકી (દોહા મુહમ્મદ)ને કેચ કરતો નજરે ચઢી રહ્યો છે. આ વીડિયો તુર્કીથી સામે આવ્યો છે. તુર્કીનાં ફતેહ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇસ્તાંબુલમાં એક બાળકી […]

Top Stories World
boy arms out ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાબિત કરતો વીડિયો થયો વાયરલ

કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, તેને સાચા અર્થમાં સાબિત કરતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક યુવક એક 2 વર્ષની બાળકી (દોહા મુહમ્મદ)ને કેચ કરતો નજરે ચઢી રહ્યો છે. આ વીડિયો તુર્કીથી સામે આવ્યો છે. તુર્કીનાં ફતેહ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇસ્તાંબુલમાં એક બાળકી એપાર્ટમેન્ટનાં સેકન્ડ ફ્લોરથી નીચે પડે છે જેને 17 વર્ષનો એક યુવક કેચ કરી લે છે.

baby rescue ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાબિત કરતો વીડિયો થયો વાયરલ

બાળકીનો જીવ બચાવનાર ફ્યૂઝી જબાતે આ કરીને લોકોનાં હ્રદયને સ્પર્શી લીધુ  છે. ફ્યૂઝીનાં સોશિયલ મીડિયા પર ઘણા વખાણ થઇ રહ્યા છે. વીડિયોની વાત કરીએ તો ફ્યૂઝીએ જોયુ કે બાળકી તેના ઘરની બારીથી નીચે પડવાની છે તે ફૂટપાથ પર જઇને ઉભો રહી ગયો અને જેવી બાળકી નીચે પડી કે તેણે તુરંત તેને કેચ કરી જીવ બચાવી દીધો. ફ્યૂઝીની બુદ્ધિમતાનાં કારણે એક બાળકી આજે જીવંત છે.

ઘટના તુર્કીની છે જ્યા આ બનાવ બન્યો હતો. જે રસ્તા પર આ આ દુર્ઘટના બની ફ્યૂઝી ત્યા જ કામ કરે છે. ફ્યૂઝીનું કહેવુ છે કે, તેણે બાળકીને બચાવવા માટે તે કર્યુ જે તેણે કરવુ જોઇએ. જે સમયે બાળકી બારી સુધી પહોચી તે સમયે તેની માતા ખાવાનું બનાવવામાં વ્યસ્ત હતી. જો કે આ ઘટનાને તેની માતાએ જોઇ તો તે ડરી ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, બાળકીનાં પરિવારે ફ્યૂઝીનો આભાર માનતા 200 તુર્કી લીરાસ ભેટ કરી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ફ્યૂજી હવે હીરો બની ગયો છે. ફ્યૂઝીનાં આ માનવતા દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.