Not Set/ #ViralVideo/ દારૂનું બ્લેક માર્કેટિંગ શરૂ, પોલીસકર્મીનો પૈસા લઇને દારૂ વેચતો વીડિયો વાયરલ

દેશમાં લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવામાં આવી ત્યારે લોકો એવી રીતે તૂટી પડ્યા કે બાદમાં ક્યારે પણ નહી મળે. જે દરમિયાન લોકોએ સામાજિક અંતર પણ રાખ્યુ નહોતુ. ઘણા રાજ્યોમાં દારૂની દુકાનમાં લાંબી લાઇનો જોવા મળી હતી. લોકોએ સવારથી જ દારૂની દુકાનની બહાર લાઇનો લગાડવાનું શરૂ કરી દીધું હતું. આ સમય દરમિયાન કેટલાક રાજ્યોમાંથી દારૂનું […]

Videos
c86b58bbe4cde1b348e14c691c453e8b 1 #ViralVideo/ દારૂનું બ્લેક માર્કેટિંગ શરૂ, પોલીસકર્મીનો પૈસા લઇને દારૂ વેચતો વીડિયો વાયરલ

દેશમાં લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવામાં આવી ત્યારે લોકો એવી રીતે તૂટી પડ્યા કે બાદમાં ક્યારે પણ નહી મળે. જે દરમિયાન લોકોએ સામાજિક અંતર પણ રાખ્યુ નહોતુ. ઘણા રાજ્યોમાં દારૂની દુકાનમાં લાંબી લાઇનો જોવા મળી હતી. લોકોએ સવારથી જ દારૂની દુકાનની બહાર લાઇનો લગાડવાનું શરૂ કરી દીધું હતું. આ સમય દરમિયાન કેટલાક રાજ્યોમાંથી દારૂનું બ્લેક માર્કેટિંગ થયુ હોવાના સમાચાર પણ મળ્યા છે. પરંતુ આ દરમિયાન દિલ્હીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં એક પોલીસકર્મી ઠેકા બહાર પૈસા લઇને દારૂ વેચતો બતાવવામાં આવ્યો હતો. વાયરલ વીડિયો દિલ્હીનાં સરાય રોહિલ્લા વિસ્તારનો છે.

વીડિયોમાં જોવા મળેલા પોલીસ કર્મચારીનું નામ સતપાલ છે. વીડિયો વાયરલ થયા બાદ કોન્સ્ટેબલ સતપાલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કોન્સ્ટેબલ સતપાલ હાથમાં દારૂની બોટલો ધરાવતા ઠેકા બહાર ઉભો હતો. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. એક માણસ કોન્સ્ટેબલની પાસે આવીને ઉભો થઈને વાત કરવાનું શરૂ કરે છે. આ પછી આ વ્યક્તિ ગુપ્ત રીતે કોન્સ્ટેબલને પૈસા સોંપે છે અને દારૂની બોટલો લઇને ચાલ્યો જાય છે.

દિલ્હીમાં દારૂની દુકાનમાં ઇ-ટોકન સિસ્ટમ લાગુ છે. જે માધ્યમથી લાઈન વિના મનપસંદ દારૂ ખરીદવા માટે ટાઇમ-સ્લોટ બુક કરાવી શકાય છે. દિલ્હી સરકારે આ વ્યવસ્થા દારૂની દુકાનોની બહાર લાંબી કતારો અને ત્યાં લોકોનાં સામાજિક અંતરનાં નિયમોનું પાલન ન કર્યા બાદ શરૂ કરી હતી. આ ઇ-ટોકન રજિસ્ટર્ડ લોકોનાં મોબાઇલ ફોનમાં મોકલવામાં આવે છે. જોકે, દારૂનાં ખરીદદારો કહે છે કે ઇ-ટોકન સિસ્ટમ બરાબર કામ કરી રહી નથી. દિલ્હી સરકારે શહેરમાં 200 જેટલી દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.