IND VS PAK/ રન મશીન ‘વિરાટ કોહલી’ના આ આંકડા બાબર આઝમનું ટેન્શન વધારશે!

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની હાઈ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Trending Sports
YouTube Thumbnail 2023 10 13T154626.602 રન મશીન 'વિરાટ કોહલી'ના આ આંકડા બાબર આઝમનું ટેન્શન વધારશે!

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની હાઈ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ શાનદાર મેચ માટે બંને ટીમો ઉત્સાહથી ભરેલી છે. આ મેચને લઈને મેદાનની બહારનું વાતાવરણ પહેલેથી જ ગરમ થઈ ગયું છે. તે પહેલા કેટલાક આંકડા પણ બહાર આવવા લાગ્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર તેના સૌથી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. વિરાટે વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી છે.

વર્લ્ડ કપ 2023માં વિરાટનું શાનદાર ફોર્મ

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 85 રન અને અફઘાનિસ્તાન સામે અણનમ 55 રનની ઈનિંગ રમી હતી. હવે ત્રીજી મેચમાં પાકિસ્તાનની ટીમ રન મશીન કોહલી સામે ટકરાશે જેની સામે તેનો રેકોર્ડ ઘણો શાનદાર છે. તેમણે દરેક ODI ફોર્મેટ, ODI વર્લ્ડ કપ અને ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમના આંકડાઓ બાબર આઝમની સેનાનું ટેન્શન વધી શકે છે. ગત વર્ષે જ T20 વર્લ્ડ કપ 2022માં વિરાટે મેલબોર્નના મેદાન પર પાકિસ્તાનના બોલરોને પછાડ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં એશિયા કપ દરમિયાન તેની સદી પણ શાનદાર રહી હતી. ચાલો વિરાટના આંકડા જોઈએ.

વિરાટના આંકડા પાકિસ્તાન માટે ખતરનાક

•વિરાટ કોહલીએ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કુલ 625 રન બનાવ્યા છે.
•15 ODI ઈન્ટરનેશનલ મેચોમાં વિરાટે પાકિસ્તાન સામે 55.17ની એવરેજથી 662 રન બનાવ્યા છે.
•વિરાટે 2015 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 107 રન બનાવ્યા હતા.
•ODI વર્લ્ડ કપની ત્રણ મેચોમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 64.33ની એવરેજથી 193 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીનો ODI રેકોર્ડ

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 283 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 271 ઇનિંગ્સમાં 13223 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 47 સદી અને 68 અડધી સદી છે. વનડેમાં તેની એવરેજ 57.74 છે અને સ્ટ્રાઈક રેટ 93થી વધુ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.


whatsapp ad White Font big size 2 4 રન મશીન 'વિરાટ કોહલી'ના આ આંકડા બાબર આઝમનું ટેન્શન વધારશે!


આ પણ વાંચો: Perfume Trader-Chargesheet/ પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

આ પણ વાંચો: India-Pak World Cup Match/ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચના પાંચ રસપ્રદ તથ્યો

આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલના સૈનિકોએ બંકરમાં ઘુસીને 250 બંધકોને બચાવ્યા, જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન