Not Set/ તો શું ખરેખર વિરાટ કોહલી ફિલ્મ ક્ષેત્રે શ્રીગણેશ કરવાના છે, વાંચો સમગ્ર મામલો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હવે નવું કામ શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વિરાટ કોહલીએ ટ્વીટરમાં એક ફોટો શેર કર્યો છે જેને લઈને તેમણે બધાને મુંઝવણમાં મૂકી દીધા છે. Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie https://t.co/zDgE4JrdDT pic.twitter.com/hvcovMtfAV— Virat Kohli (@imVkohli) September 21, 2018 વિરાટ કોહલીએ આ પોસ્ટર શેર […]

Trending Sports
virat તો શું ખરેખર વિરાટ કોહલી ફિલ્મ ક્ષેત્રે શ્રીગણેશ કરવાના છે, વાંચો સમગ્ર મામલો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હવે નવું કામ શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વિરાટ કોહલીએ ટ્વીટરમાં એક ફોટો શેર કર્યો છે જેને લઈને તેમણે બધાને મુંઝવણમાં મૂકી દીધા છે.

વિરાટ કોહલીએ આ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે દસ વર્ષ પછી તેઓ ફરીથી ડેબ્યુ કરી રહ્યા છે. ટ્રેલર ધ મુવી લખીને આ પોસ્ટ તેમના એકાઉન્ટમાં શેર કરી છે. આ પોસ્ટરમાં વિરાટ સુપર હીરો લાગી રહ્યા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે આ પોસ્ટરમાં એક હિંટ રહેલી છે. વિરાટ કોહલી જે કપડાની બ્રાંડનું પ્રમોશન કરે છે આ ફિલ્મ તે બ્રાંડ દ્વારા પ્રાયોજિત કરેલ છે. બીજી સંભાવના એવી  પણ રહેલી છે કે વિરાટ કોહલી કદાચ નવી જાહેરખબરમાં પણ આવી રહ્યા હોય.

વિરાટ કોહલીની સ્ટાઇલ પાછળ દરેક માણસ દીવાનો છે એ તો તમને ખબર જ હશે. ફિલ્મમાં એક્ટિંગ મામલે કઈ કહી ન શકાય પરંતુ જાહેરાતમાં તેમની થોડી ઘણી એક્ટિંગ જોવાનો લ્હાવો મળી જતો હોય છે.