Cricket/ વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ બાદ વનડે અને ટી 20 કેપ્ટનશિપમાંથી રાજીનામું આપે તેવી સંભાવનાઓ છે.

Sports
1 198 વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં આગામી થોડા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ટીમનાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ બાદ વનડે અને ટી 20 કેપ્ટનશિપમાંથી રાજીનામું આપે તેવી સંભાવનાઓ છે. જો કે તે પછી કેપ્ટન કોણ તેનો રોહિત શર્માનાં રૂપમાં જવાબ મળી ગયો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે. મર્યાદિત ઓવરમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન બની શકે છે.  સુત્રો દ્વારા આ માહિતી સામે આવી છે.

1 199 વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

આ પણ વાંચો – Cricket / શ્રીલંકાએ T20 Worldcup માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ નામ રહ્યુ ચોંકાવનારું

આગળ આ સૂત્રોએ જણાવ્યું છે કે, 32 વર્ષીય વિરાટ કોહલી, જે હાલમાં તમામ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે અને ભારતનાં અત્યાર સુધીનાં સૌથી સફળ કેપ્ટન છે, તેણે 34 વર્ષીય રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારીઓ શેર કરવાનો નિર્ણય લીધો છે. અખબારનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓથી રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. સૂત્રોએ કહ્યું છે કે, ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપનું દબાણ કોહલીની બેટિંગને અસર કરી રહ્યું છે. કોહલી એમ પણ માને છે કે તેની બેટિંગને તમામ ફોર્મેટમાં વધુ સમય અને વધુ ઝડપની જરૂર છે. સૂત્રએ આગળ કહ્યું, ‘વિરાટ પોતે તેની જાહેરાત કરશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતથી અવગત છે. તેને વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન કહેવામાં આવે છે કારણ કે તે તેની બેટિંગ વિશે જાણે છે. 2022 અને 2023 ની વચ્ચે, ભારતે બે વર્લ્ડ કપ (વનડે અને ટી 20) રમવાના છે, તેથી કોહલીની બેટિંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, “કેપ્ટન કોહલીને એવું પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકેની તેની એકંદર જવાબદારીઓ તેની બેટિંગ પર અસર કરી રહી છે. આ માટે તેણે પોતાને ફ્રેશ રાખવાની જરૂર છે કારણ કે તેની પાસે હજુ પણ ટીમ માટે ઘણું બધું છે. જો રોહિત મર્યાદિત ઓવરમાં ટીમની કેપ્ટનશિપ સંભાળે છે, તો કોહલી ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે તેમજ ટી -20 અને વનડેમાં પણ બેટિંગ પર કામ કરી શકે છે. તે માત્ર 32 વર્ષનો છે અને તેની ફિટનેસને જોતા એવું કહી શકાય કે તે હવે ઓછામાં ઓછા 5-6 વર્ષનું ટોપ ક્રિકેટ સરળતાથી રમશે.

1 200 વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

આ પણ વાંચો – IND vs ENG / જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

મહેન્દ્ર સિંહ ધોનીનાં રાજીનામા બાદ કોહલી 2014 માં ભારતીય ટીમનાં ટેસ્ટ કેપ્ટન બન્યા હતા. આ પછી ધોનીએ 2017 માં તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું અને પછી ટેસ્ટ બાદ કોહલીને ટી 20 અને વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ મેચની કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 38 માં જીત મેળવી છે. વળી, વનડેમાં, તેણે 95 મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે અને 65 માં જીત મેળવી છે. કોહલીએ 45 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું છે, જેમાં તેણે 29 મેચ જીતી છે.