Health News: સ્વસ્થ રહેવા માટે શરીરને પોષણની (Nutrition) આવશ્યકતા હોય છે, જે સારા ખાનપાનથી મળે છે. જેમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન જેવા તત્વો સામેલ હોય છે. વિટામિન B-12 (Vitamin B 12) તમારા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ તત્વની જેમ માનવામાં આવે છે. જેની ઉણપથી DNAનો વિકાસ પ્રભાવિત થાય છે અને એનિમિયા તેમજ માનસિક રોગ થઈ શકે છે. આની ઉણપનો એક સંકેત થાક પણ છે. જાણો તબીબ શું કહે છે.
1. પગમાં કીડી કરડવા જેવી ફીલિંગ
તબીબોના મતે, જો તમને પગમાં કીડી કરડવા જેવું લાગે તો આ વિટામિન B12 ની ઉણપનો એક સંકેત હોઈ શકે છે. આવું થાય છે કારણ કે આ વિટામિનની ઉણપથી માંસપેશીઓ પણ કમજોર પડી શકે છે.
2. સતત થાક લાગવો
વિટામિન B12ની ઉણપથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ ઓછા થઈ જાય છે જેથી ઓક્સીજનનો પ્રવાહ પણ ઘટી જાય છે. પરિણામ સારા માણસને વારંવાર થાકનો અનુભવ થાય છે.
3. નબળી યાદશક્તિ
શરીરમાં B-12 ની ઉણપથી બ્રેઈનનું ન્યુરોટ્રાન્સમીટર બરાબર રીતે કામ નથી કરી શકતું, જેથી ફોકસ કરવું મુશ્કેલ થઈ જાય છે અને ભૂલવાની ટેવ વધી જાય છે. આ સંકેત પણ વિટામિન B-12 ની ઉણપથી સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો:શિયાળાની સિઝનમાં ગોળનું સેવન શા માટે કરવું જોઈએ?
આ પણ વાંચો:વારંવાર ઉલટી અને ઉબકા આવવાની સમસ્યા ક્યાંક યકૃતની બીમારી તો નથી નોંતરતી ને….
આ પણ વાંચો:વજન ઘટાડવાથી લઈને હૃદયની તંદુરસ્તી સુધારવા સુધી, ડાર્ક ચોકલેટના આ 6 ફાયદા