Not Set/ ભારતની હાર પર ટ્વીટ કરી ફસાયો વિવેક ઓબેરોય, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય ટ્વીટ કરે અને કોઇ વિવાદ ઉભો ન થયા તેવુ ઓછુ બને છે. વિવાદ અને વિવેકને જુનો સંબંધ છે. લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તેણે એગ્ઝિટ પોલ દરમિયાન ટ્વીટ કરી એશ્વર્યા, સલમાન અને અભિષેકનો મજાક ઉડાવ્યો હતો. જેમા તેણે એશ્વર્યા રાય બચ્ચનનાં ફોટાવાળા મીમ શેર કર્યો હતો. જેના પર તેને સોશિયલ […]

Top Stories Entertainment
68 Vivek Oberoi ભારતની હાર પર ટ્વીટ કરી ફસાયો વિવેક ઓબેરોય, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય ટ્વીટ કરે અને કોઇ વિવાદ ઉભો ન થયા તેવુ ઓછુ બને છે. વિવાદ અને વિવેકને જુનો સંબંધ છે. લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તેણે એગ્ઝિટ પોલ દરમિયાન ટ્વીટ કરી એશ્વર્યા, સલમાન અને અભિષેકનો મજાક ઉડાવ્યો હતો. જેમા તેણે એશ્વર્યા રાય બચ્ચનનાં ફોટાવાળા મીમ શેર કર્યો હતો. જેના પર તેને સોશિયલ મીડિયા સહિત ઘણા પ્લેટફોર્મ પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે એકવાર ફરી તેણે આવી જ કઇક ટ્વીટ કરી છે, જેને લઇને તે ચર્ચામાં છે.

વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને 18 રનથી હાર મળી હતી. જેને લઇને ક્રિકેટ ફેન ઘણા દુખી થઇ ગયા હતા. જો કે હાર બાદ ભલે દરેકનાં વિશ્વકપ જીતવાનાં સપના તૂટ્યા હોય પરંતુ દરેકે ટીમ ઈંન્ડિયાની ન્યૂઝીલેન્ડને જબરદસ્ત આપેલી ફાઇટનાં વખાણ કર્યા હતા. જો કે વિવેક ઓબેરોયનાં મતે ટીમ ઈંન્ડિયાનાં વખાણ નહી પણ તેની મજાક ઉડાવવી જરૂરી છે. આ જ કારણ છે કે તેણે ટીમની હાર બાદ શુક્રવારે ટ્વીટર પર ભારતીય ક્રિકેટ ટીમનાં ફેન્સને લઇને જિફ પોસ્ટ કરી. જિફમાં દેખાઇ શકે છે કે એક વ્યક્તિ રસ્તા પર ચાલતા અચાનક વિચારે છે કે એક મહિલા તેની તરફ આવી રહી છે અને તેણી તેને ગળે ભેટવાની જ છે, પરંતુ તેના સિવાય મહિલા તેની પાછળ ચાલીને આવી રહેલા બીજા માણસને ગળે લગાવી દે છે.

pjimage 66 ભારતની હાર પર ટ્વીટ કરી ફસાયો વિવેક ઓબેરોય, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

વિશ્વકપ 2019નાં સેમીફાઈનલ મેચમાં ભારતની હારને લઇને વિવેક ઓબેરોયએ જિફને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ, ‘વિશ્વકપનાં સેમીફાઈનલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઇ ગયેલી મેચમાં ભારતીય ફેન્સની હાલત આ વ્યક્તિ જેવી થઇ છે.’ તેની આ પોસ્ટ જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ ભડકી ગયા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યૂઝર્સે લખ્યુ, ‘અમને તેની પાછળ તમારી નિયત વિશે ખબર નહોતી, પરંતુ આ અમારી ટીમનું અપમાન છે.’ વળી બીજા યૂઝર્સે લખ્યુ, ‘ મિસ્ટર ઓબેરોય, મૈચ્યોર થઇ જાઓ નહી તો લોકો હંમેશા તમને હલ્કામાં જ લેશે.’ ઉલ્લેખનીય છે કે, આ પહેલા એશ્વર્યા રાય બચ્ચનને લઇને પણ વિવેક ઓબેરોયએ ટ્વીટ કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યુ હોવાનુ જનમુખે ચર્ચાયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન