Not Set/ નવસારીના વાંસદા તાલુકાના 99 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

સ્વૈચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યું નવસારી જિલ્લાના વાંસદા ગામમાં

Surat
navsari નવસારીના વાંસદા તાલુકાના 99 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

કોરોના સંક્રમણના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ગુજરાત રાજ્યનો કોઇ જિલ્લા સંક્રમણથી બાકાત નથી તેના લીધે રાજ્યમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવીને બ્રેક ધ ચેન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ કેસો વધી રહ્યા છે તેને નિયંત્રણ કરવા માટે સ્વયંભૂ લોકડાઉન તાલુકા અને ગામડાંઓ કરી રહ્યા છે. વાંસદાના 99 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે.

કોરોનાના લીધે કેસોમાં ઉછાળ આવ્યો હોવાથી તેને રોકવા માટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી પટ્ટા પર આવેલા 99 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. આ લોકડાઉન 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ વિસ્તારમાં આવેલું ઉનાઇ માતાજીનું મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે. આ ગામોના આગેવાનો એ કોરોના સામે લડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન વિકલ્પને અમલી બનાવ્યો છે. આગેવાનોની વાતને ગામના વેપારીઓ સહિત ગામવાસીઓએ માનીને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે.