EVM Machine/ લોકસભાની ચૂંટણી આવતા જ વીવીપેટ મશીન ફરી ચર્ચામાં

મતદાતાને વીવીપેટની સ્લિપ આપવા વિપક્ષની માંગણી

Top Stories India
Beginners guide to 2024 04 01T153511.699 લોકસભાની ચૂંટણી આવતા જ વીવીપેટ મશીન ફરી ચર્ચામાં

Delhi News : લોકસભાની ચૂંટમી નજીક આવતી જાય છે તેમ કોઈને કોઈ મુદ્દાઓ ઉછળ્યા કરે છે. દરમિયાન ઈવીએમ મશીન સાથે વોટને જોવા માટે લગાવાયેલા વીવીપેટ મશીન ફરી એકવાર ચર્ચામાં છે. વિપક્ષ દરેક મતદાતાને વીવીપેટની સ્લિપ આપવાની વકાલત કરે છે. જ્યારે ચૂંટણી કમિશન તેની વિરૂધ્ધમાં છે.

કમિશનનો તર્ક છે કે જો તમામ ચૂંટમીમાં મતદાતાઓને વીવીપેટની સ્લિપ આપવાની શરૂઆત કરાય તો જુના જમાનામાં બેલેટ પેપર અને ઈવીએમ સાથે છતી ચૂંટણીમાં શુ ફર્ક રહેશે. આપણે ફરીથી જુના જમાનામાં પાછા નથી જવું. તેમાં વોટ આપવો અને વોટની ગણતરી કરવામાં લાંબો સમય લાગે છે. દરેક બાબતમાં તમામના મત અલગ છે.

વીવીપેટ એક એવું મશીન છે જે ચૂંટણી સમયે ઈવીએમ સાથે કનેક્ટ કરાય છે. તેનાથી મતદાતા દ્વારા પોતાની પસંદગીની પાર્ટી અ ઉમેદવારને આપેલા મતને ડબલ ચેક કરવા માટે લગાવાય છે. વોટર પોતાના ઉમેદવાર અને પાર્ટીને ઈવીએમમાં બટન દબાવીને વોટ આપે છે. તે સમયે વીવીપેટ એક સ્લિપ જનરેટ કરે છે. પાંચ સાત સેકન્ડમાં મતદાતાને વીવીપેટ મશીનમાં લાગેલા કાચના એક બોક્સમાં આ સ્લિપ દેખાય છે. ત્યારબાદ તે ઓટોમેટિક કપાઈને મશીનની અંદર જતી રહે છે. સ્લિપમાં મતદાતા દ્વારા આપવામાં આવેલો મત અને પાર્ટીનું ચૂંટણી નિશાન છપાયેલું હોય છે. તેનો મકસદ એ હોયછે કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી ખતમ થયા બાદ ઈવીએમ મશીનમાં ગરબડ હોવાનો આરોપ લગાવે તો તમામ સિલ્પોને તે વિધાનસભા અથવા લોકસભા વિસ્તારમાં ઈવીએમમાં પડેલા મતથી મેળવવામાં આવે છે. બન્નેના મત એકસમાન હોય તો ચૂંટણીને વેલીડ ઘોષિત કરવામાં આવે છે.

વિપક્ષ ઈચ્છે છે કે વીવીપેટની તમામ સ્લિપોને વોટ આપનારા નતદાતાને આપવી જોઈએ. બાદમાં ઈવીએમમાં આપેલા મતથી સંતુષ્ટ થઈને આ તમામ સ્લિપોને ત્યાંના એક બોક્સમાં નાંખે દે. આથી કોઈ ઉમેદવાર કોઈ પ્રકારની ગરબડ થયાની ફરિયાદ કરે અથવા કોર્ટ જાય તો તેની સરખામણી કરી શકાય. રાજકીય પાર્ટીઓ ઈચ્છે છે કે વીવીપેટમાં હાલમાં જે સ્લિપો જનરેટ થાય છે તે તરત ત્યાંજ કપાઈને મસીનની અંદર ન પડે પરંતુ મતદાતાને મળે. તેનાથી પારદર્શકતા વધશે.

ચૂટણી કમિશન અને કમિશનના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતનું કહેવું છે કે દેશભરમાં 2017 બાદથી એક પણ મામલો એવો નથી આવ્યો જેમાં ઈવીએમમાં પડેલા વોટ અને વીવીપેટની સ્લિપોના રિઝલ્ટ અલગ અલગ આવ્યા હોય 2017માં ગોવામાં થયેલી વિધાનસબાની ચૂંટણીમાં ચાર વિધાનસભા સીટો પર પડેલા મતમાં ગરબડની ફરિયાદ કરાઈ હતી. આ ચારેય સીટો પર ઈવીએમ અને વીવીપેટની સ્લિપોની સરખામણી કરાઈ હતી. જેમાં ચારેયના પરિણામ સરખા નીકળ્યા હતા. રાવતનું કહેવું છે કે આજના જમાનામાં તમામ ઈવીએમ અને વીવીપેટની સ્લિપોની સરખામણી કરવામાં આવે તો ઈવીએમનો મતબલ શું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો