Not Set/ વ્યાપમ સ્કૅમ બાદ હવે શિવરાજ સરકાર પર 3000 કરોડનાં ઈ-ટેન્ડર સ્કૅમની તપાસ

  મધ્યપ્રદેશમાં વ્યાપમ ઘોટાળાનો મામલે હજુ ટાઢક નથી લીધી. શિવરાજ સરકાર માટે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક ઘોટાળાનો પડકાર સામે આવીને ઉભો રહી ગયો છે. આ ઈ-ટેન્ડર સ્કેમનાં અંતર્ગત સરકાર પર અમુક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોટા સ્તર પર ઓનલાઇન પ્રક્રિયા સાથે છેડછાડ કરીને આ ઘટનાને અંજામ […]

Top Stories India Politics
CHOUHAN વ્યાપમ સ્કૅમ બાદ હવે શિવરાજ સરકાર પર 3000 કરોડનાં ઈ-ટેન્ડર સ્કૅમની તપાસ

 

મધ્યપ્રદેશમાં વ્યાપમ ઘોટાળાનો મામલે હજુ ટાઢક નથી લીધી. શિવરાજ સરકાર માટે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક ઘોટાળાનો પડકાર સામે આવીને ઉભો રહી ગયો છે. આ ઈ-ટેન્ડર સ્કેમનાં અંતર્ગત સરકાર પર અમુક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મોટા સ્તર પર ઓનલાઇન પ્રક્રિયા સાથે છેડછાડ કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઘોટાળો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ આ મામલાનો ખુલાસો આ વર્ષે જ કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે મામલાની તપાસ કરનારા અધિકારી પાસેથી ચાર્જ લઈને અન્ય અધિકારીને આપવામાં આવ્યો હતો. એવામાં તપાસ પર પણ શંકાની નજરથી જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મઘ્યપ્રદેશ માં વિધાનસભાની ચૂંટણી થવા જય રહ્યા છે. એવામાં ઘોટાળો સામે આવ્યો એ સરકાર માટે નકારાત્મક બાબત છે.

આ વર્ષે માર્ચમાં જળ નિગમ તરફથી ત્રણ ટેન્ડર આપવાના હતા. જેના માટે બોલી પણ લગાવવામાં આવી હતી. એક અહેવાલથી જાણ થઇ છે કે મધ્યપ્રદેશ જળ નિગમને જાણકારવામાં આવી હતી કે ઓનલાઇન ફાઈલો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ કેસમાં પ્રાઇવેટ કંપનીઓ અને ઉચ્ચ બ્યુરોક્રેટ્સની મિલીભગત થયેલ છે.

રિપોર્ટ છતાં પણ એફઆઈઆર દાખલ ન કરાઈ:-
ટીસીએસ અને એંટરેસની આંતરિક તપાસમાં આ વાત સ્પષ્ટ થઇ ગઈ હતી કે ત્રણ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરંતુ EOW એ પ્રાથમિક તપાસ કરી હતી, એફઆઈઆર દાખલ નહોતી કરી. MPSEDC અને સંબંધિત કંપનીઓના અધિકારીઓનની પુકછપરછ અને ડેટા લીક મામલે કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

ચૂંટણીને કારણે તપાસમાં ઢીલ:-
સરકારી સૂત્રોનું કહેવું છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને પોલીસ તપાસમાં ઢીલ કરી રહી છે. એક બાજુ જ્યાં રસ્તોગીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ત્યાં બીજી બાજુ તપાસમાં અંતર્ગત સંદિગ્ધ અધિકારીઓ અત્યારે પણ પણ પોતાની ગાડી પર બિરાજમાન છે. વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પણ તક જોઈને પીએમ નરેન્દ્ર મોદીને પત્રવ્યવહાર દ્વારા મામલાની સીબીઆઈ તપાસ અથવા સુપ્રીમ કોર્ટની અંતર્ગત તપાસ ઈચ્છે છે.