Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 9 હજારથી વધુ કેસ, ચિંતામાં વધારો

  દેશમાં કોરોનાવાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,76,583 પર પહોંચી ગઇ છે, જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 7,745 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,985 નવા કેસ નોંધાયા છે અને 274 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, […]

India
b40c54b5169f5e97198ffb606d70148d #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 9 હજારથી વધુ કેસ, ચિંતામાં વધારો
b40c54b5169f5e97198ffb606d70148d #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 9 હજારથી વધુ કેસ, ચિંતામાં વધારો 

દેશમાં કોરોનાવાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,76,583 પર પહોંચી ગઇ છે, જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 7,745 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,985 નવા કેસ નોંધાયા છે અને 274 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, તે રાહતની વાત છે કે 1,35,206 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરી દર 48.88 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાવાયરસ ચેપનાં 9,000 થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. જેણે ભારતની ચિંતમાં મોટો વધારો કરી દીધો છે.