Surendranagar/ 31 ડિસેમ્બર પહેલા વઢવાણ પોલીસનો સપાટો, રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પકડ્યો લાખો રૂ.નો દારૂ

૩૧મી ડિસેમ્બરની પાર્ટીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂનો સ્ટોક કરવામાં આવતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડાની સુચનાથી તથા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું.

Gujarat Others
a 356 31 ડિસેમ્બર પહેલા વઢવાણ પોલીસનો સપાટો, રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પકડ્યો લાખો રૂ.નો દારૂ

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર બુટલેગરો દ્વારા દિન-પ્રતિદિન ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે અને ૩૧મી ડિસેમ્બરની પાર્ટીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂનો સ્ટોક કરવામાં આવતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડાની સુચનાથી તથા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બલદાણા ગામના પાટીયા પાસે આવેલ આશાપુરા હોટલના મેદાનમાં એક આશયરમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં આયશરમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલો નંગ-૩૧૮૦ કિંમત રૂા.૧૦,૭૫,૫૦૦ તથા બીયર ટીન નંગ-૩૬૦ કિંમત રૂા.૩૬,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તથા આયશર કિંમત રૂા.૧૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૨૬,૨૧,૫૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો પ્રવિણ ઉર્ફે કાળા રમેશભાઈ ગૌડ ઉ.વ.૨૩, રહે.પનીહારી હરીયાણા તથા નવીન કુલદીપ પાનુ ઉ.વ.૨૬, રહે.મદીના હરીયાણાવાળાને ઝડપી પાડયાં હતાં.

જ્યારે બંન્નેની વધુ પુછપરછ કરતાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પહેલવાન નામના વ્યક્તિએ મોકલ્યો હોવાની કબુલાત કરી હતી આથી પોલીસે મુદ્દામાલ સહિત બંન્ને આરોપીઓને ઝડપી પાડી વઢવાણ પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. આ રેઈડ દરમ્યાન જિલ્લા પોલીસવડાની સુચનાથી તેમજ ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિત સ્ટાફના પ્રદુમનસિંહ, મહાવિરસિંહ, રોનકભાઈ, જયપાલસિંહ, બળદેવસિંહ, સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.

આ પણ વાંચો : હનીમૂન પર ગયેલી પત્નીને જાણ થઇ કે પતિ છે નામર્દ, પછી..

આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…