મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમને મળવા માટે પહોચ્યાં હતા. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ રાજીનામું સુપ્રત કર્યું હતું. જો કે રાજ્યપાલના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રીની જાહેરાત નાં થયા ત્યાં સુધી વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહશે.
ધારાસભ્ય દળની બેઠક
રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં નવા મુખ્યમંત્રીને લઇ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આવતીકાલે એટલે કે રવિવારે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના અપાઈ છે. શક્ય છે આવતીકાલે ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ કાલે નક્કી થશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બિ.એલ. સંતોષ શુક્રવારે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.
કોણ બનશે નવા મુખ્યમંત્રી ?
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચા જોર પકડ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું નામ નવા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. ત્યારે અન્ય નામોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ગોરધન ઝડફિયા અને ગણપત વસાવાના નામોની ચર્ચા ચાલી રહી છે.
પાંચ મહિનામાં પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા
ભાજપે છેલ્લા પાંચ મહિનામાં ભાજપ શાષિત પાંચ રાજ્યોમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા છે. જેમાં ઉત્તરાખંડ, કર્નાટક, આસામ અને ગુજરાતનો સમાવેશ થાય છે, બીએસ યેદિયુરપ્પા, તીરથ સિંહ રાવત, સર્વાનંદ સોનોવાલ, તીરથ સિંહ રાવત અને છેલ્લે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચમાં મુખ્યમંત્રી છે.
મોટા સમાચાર / મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું