Gujarat election 2022/ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ મામલે આપ્યું મોટું નિવેદન,જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે

Top Stories Gujarat
3 11 વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ મામલે આપ્યું મોટું નિવેદન,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે રાજકારણ ગરમાયું છે. હાલ ઉમેદવારની યાદી જાહેર કરવાની  તજવીજમાં પાર્ટીઓએ હાથ ધરી છે.ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વડોદરાના દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે ચૂંટણી લડવા અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અગાઉ મે મજાકમાં કહ્યું હતું કે હું અથવા મારા પત્નીમાંથી કોઈ એક ચૂંટણી લડશે. પરંતુ ભાજપની પોલિસી છે કે પરિવારના સભ્યોને ટિકિટ નહીં મળે તો પછી હું ભાજપની આ નીતિની સાથે છું. પાર્ટી સાથે જ જોડાયેલો રહીશ. મધુ શ્રીવાસ્તવે ટિકિટ મુદ્દે આપેલા નિવેદન પર નજર કરીએ…

તેમણે કહ્યું કે અગાઉ મેં મશ્કરીમાં કહ્યું હતું કે ચૂંટણી હું લડુ કે મારા પત્ની એક જ વાત છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે કે એક જ પરિવારથી ટિકિટ આપવામાં આવશે નહીં. જેના કારણે હું આનું સન્માન કરું છું અને આગળ પણ ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. હું ભાજપનો સેવક છું.

મધુશ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.