હુમલો/ વાંકાનેર: અંગત અદાવતમાં કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો, ત્રણ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

  વાંકાનેરના આસપાસના વિસ્તારોમાં ક્રાઇમ ગ્રાફ ખુબજ ઉપર જઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર જ મારામારીના કિસ્સા ખુબજ વધી ગયા છે. નજીવી બાબતમાં મારામારી તેમજ જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ જમીન વિવાદ મામલે મારામારી થઈ હતી અને હવે ફરીથી અંગત અદાવતમાં કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો થયો છે. જે […]

Gujarat
2maramari 2 વાંકાનેર: અંગત અદાવતમાં કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો, ત્રણ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

 

વાંકાનેરના આસપાસના વિસ્તારોમાં ક્રાઇમ ગ્રાફ ખુબજ ઉપર જઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર જ મારામારીના કિસ્સા ખુબજ વધી ગયા છે. નજીવી બાબતમાં મારામારી તેમજ જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ જમીન વિવાદ મામલે મારામારી થઈ હતી અને હવે ફરીથી અંગત અદાવતમાં કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો થયો છે. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા ત્રણ ઇસમોની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દુધના વેપાર બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ત્રણ ઇસમોએ કાકા-ભત્રીજાને માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના મકનસર ગામે રહેતા હરજીભાઈ ચોંડાભાઈ મુંધવાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે ભત્રીજા કરણ (ઉ.વ.૧૫) સાથે બોલેરો ગાડી લઈને મકનસરથી બંધુનગર ડેરી ગયેલ અને દૂધ ભરીને આપવા જતા હોય ત્યારે ઢુવા ગામની સીમમાં અલ્ટો કારમાં આવેલ ત્રણ ઇસમોએ ગાડી ઉભી રખાવી તને બહુ હવા છે કહી લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી અને આરોપીઓ પોતાની ગાડીમાં નાસી ગયા હતા

 

રફાળેશ્વર ગામે રહેતા અને દુધનો વેપાર કરતા સનાભાઇ કરશનભાઈ ગમારા સાથે ગત ૦૧ જુનના રોજ દુધના ધંધા બાબતે બોલાચાલી થયેલ જેનો ખાર રાખીને આરોપી સના કરશન ગમારા, બુટા નોંધા ગમારા અને કાના ખરગિયા રહે ત્રણેય રફાળેશ્વર તા. મોરબી વાળાએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે