વિવાદ/ ‘કોણે કોને મતદાન કર્યું તે હું જોઈ શકું’ : જયેશ રાદડિયાનું વિવાદિત નિવેદન

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જયેશ રાદડિયા એ એક કાર્યક્રમમાં બોલતા બોલતા એવું કંઈક બોલી ગયા કે જેને લઈને વિવાદ થયો છે.

Top Stories Gujarat
OSQUITO 1 5 'કોણે કોને મતદાન કર્યું તે હું જોઈ શકું' : જયેશ રાદડિયાનું વિવાદિત નિવેદન

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીના એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જયેશ રાદડિયા એ એક કાર્યક્રમમાં બોલતા બોલતા એવું કંઈક બોલી ગયા કે જેને લઈને વિવાદ થયો છે. તો વિવાદની સાથે કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે. કયાં શબ્દોથી થયો વિવાદ? ધાક કે ધમકી…?

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,  સહકારી ચૂંટણીમાં કોણે કોને મત આપ્યો તે મને મારે જાણવું હોય તો 2 મહિનામાં જ ખબર પડી જાય…

પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો આ વીડિયો વાયરલ થતા કિસાન સંઘે તેમના પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે રાદડિયા પોતાના તરફી મતદાન માટે ધમકી આપી રહ્યા છે.  સાથે મતદાનની ગુપ્તતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તો ભારતીય કિસાન સંઘનાં નેતા દિલીપ સખિયાનું કહેવું છે કે આ બધુ રાજકોટ બેડી માર્કેટયાર્ડની ચૂંટણી જીતવા કરાઈ રહ્યુ છે.

જયેશ રાદડિયાના વિવાદિત નિવેદનથી રાજકીય ચર્ચાએ જોર પકડતા તેમને આખરે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાત મૂકી હતી. જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કીધુ કે સહકારી ચૂંટણીમાં મતદાનની ગુપ્તા જ હોય છે. કિસાન સંઘ રાજકીય લાભ ખાટવા ખોટા હવાતિયા મારી રહી છે.

ત્યારે હાલ તો જયેશ રાદડિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે જે ચૂંટણીને લઈને આટલો વાદ વિવાદ થયાનું લાગી રહ્યું છે. તે રાજકોટ બેડી માર્કેટયાર્ડની ચૂંટણીમાં કેવો રંગ પકડાશે તે જોવું રહ્યું.

ઉત્તરપ્રદેશ / લખીમપુર ખીરીમાં જવાની મનાઈ છે : કોંગ્રેસી નેતા વરરાજા અને કાર્યકર્તા જાનૈયા બની ઘુસ્યા

ડાઉન / વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે