Video/ સુરતમાં વોર્ડ નં.16 ભાજપ પ્રમુખનો દારૂ પીતા મળ્યા જોવા, કહ્યું- હા વીડિયોમાં હું જ છું….

વીડિયો જોઈ કહ્યું કે, ‘હા, હું દેખાઉં તો છું વીડિયોમાં’, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો.

Gujarat Surat
દારૂ

સોશિયલ મીડિયામાં આજકાલ એવા વીડિયો વાયરલ થઈ જાય છે કે નેતાઓની એક ભૂલ પણ કોઈક વાર ભારે પડી જાય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે સુરતના વોર્ડ નંબર 16ના પુણા (પશ્ચિમ)ના ભાજપ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નંબર 16ના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયાની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વીડિયો બનાવી લીધો હતો.બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વિડીયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વિડીયો પરથી જણાય રહ્યું હતું.આ ઉપરાંત બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે.

વીડિયો જોઈ કહ્યું કે, ‘હા, હું દેખાઉં તો છું વીડિયોમાં’, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો. વીડિયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે, ભરી બરસાત મેં જી લેને દે’ ગીત પણ વાગી રહ્યું હતું.

આ પણ વાંચો:મગરાવા ગામે લંપી વાયરસનો કાળો કહેર, અનેક પશુઓના મોત, દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો

આ પણ વાંચો:ગુજરાતની થરાદ વિધાનસભા બેઠક, જાણો અહીંનું મતદાન સમીકરણ

આ પણ વાંચો: સાયબર ક્રાઇમ 27 કરોડની ઠગાઈની ફરીયાદથી દોડતી થઈ અને કોથળામાંથી નીકળ્યું બીલાડું.!