Not Set/ હુક્કાના શોખીનો સાવધાન, ગાંધીનગર પોલીસે હુક્કા પીતા પકડ્યા 15 ઈસમો

હુક્કાની લત ઉપર ચડેલા યુવાનોને જાણે કાયદાનો અને પોલીસનો કોઈ ખોફ જ ન્હોય તેમ તેઓ બેફામ રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને બંધ બારણે હુક્કા પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ હુક્કા પાર્ટી ઝડપાઈ હતી. અને હવે ગાંધીનગરમાંથી હુક્કાની મજા માણી રહ્યા ઇસમોની બાતમી એસ.ઓ.જી ઓફિસના કાને આવતા તેમણે એક […]

Gujarat
IMG 20210619 163347 હુક્કાના શોખીનો સાવધાન, ગાંધીનગર પોલીસે હુક્કા પીતા પકડ્યા 15 ઈસમો

હુક્કાની લત ઉપર ચડેલા યુવાનોને જાણે કાયદાનો અને પોલીસનો કોઈ ખોફ જ ન્હોય તેમ તેઓ બેફામ રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને બંધ બારણે હુક્કા પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ હુક્કા પાર્ટી ઝડપાઈ હતી. અને હવે ગાંધીનગરમાંથી હુક્કાની મજા માણી રહ્યા ઇસમોની બાતમી એસ.ઓ.જી ઓફિસના કાને આવતા તેમણે એક મકાનમાં રેડ પાડીને કુલ ૧૫ ઇસમોની અટકાયત કરી હતી.

 

 

ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા કોબા સર્કલ પાસે સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર રીતે ચાલતાં હુક્કા બાર પર રેડ પાડી હુક્કા બાર ચલાવનાર તથા તેમાં કામ કરતાં 3 કારીગરો અને હુક્કાનો નશો કરતાં 11 શખ્સો સહિત કુલ 15ની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ગાંધીનગરમાં ઈન્ફોસીટી, પીડીપીયુ વિસ્તારમાં યુવાનો નશો લેતાં હોવાની ફરીયાદો મળી રહી હતી ત્યારે ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમા અને પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા નશાની ગેરકાયદેસર પ્રવૃતિ અંગે માહિતી મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે માટે ખાનગી વાહનોમાં ઈન્ફોસીટી પોલીસ વિસ્તારમાં ખાનગી વોચ રાખી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કોબા સર્કલથી ગાંધીનગર તરફ જતાં રોડ પર આવેલ સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે બેઝમેન્ટમાં હુક્કાબારની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલે છે. જેના પગલે પોલીસે આ જગ્યા પર પહોંચી રેડ કરી હતી અને જગ્યાને કોર્ડન કરી હતી. પોલીસે હુક્કાબાર ચલાવનાર નવઘણ ભરવાડ (રહે. નભોઈ ગામ, ભરવાડવાસ), હુક્કાબારમાં કારીગર તરીકે કામ કરતાં સંજય ભરવાડ (નભોઈ ગામ, ભરવાડવાસ) અને મૂળ બિહારના પણ સિલ્વર પોઈન્ટ કોમ્પલેક્ષ, ભોંયરામાં રહેતા કુમાર આશુતોષ ધર્મેન્દ્રકુમાર ભારદ્વાજ રોહિત કુમાર પાન્ડેને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળની તપાસ કરતાં હુક્કાબાર ખાતે વ્યસન કરનારા 11 વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા જેમની સામે ઈન્ફોસીટી પોલીસ ખાતે ગુન્હો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ

(1) અંશુલ દિનેશભાઈ નાનવાણી (રહે. હરનામદાર સોસાયટી, કુબેરનગર, અમદાવાદ) (2) દિવ્યાંશુ વિજયભાઈ ગુપ્તા (શ્રીરામ કુટીર સ્વામિનારાયણ પાર્કની પાછળ,નવા નરોડા, અમદાવાદ) (3) યુવરાજસિંહ ભરતસિંહ વાઘેલા (રહે. આર્યક્રિષ્ણ એન્કલેવ, સૈજપુર-બોઘા , અમદાવાદ) (4) અર્ચિત ગૌતમભાઈ પટેલ (રહે. વ્રજનંદન બંગલો, બોપલ-અમદાવાદ), પ્રતિક ચંદ્રકાંતભાઈ પટેલ (5) પ્રતિક ચંદ્રકાંત પટેલ (રહે. રવિકુંજ સોસાયટી, ચાંદખેડા) (6) વિરાજ જશવંતભાઈ પટેલ (રહે. વિવેકાનંદ નગર, ચાંદખેડા) (7) વિશાલ હિરાભાઈ દવે (હિરાધન સીટી, ચાંદખેડા) (8) હિમાંશુ નરેશકુમાર રામરખીયાણી (નારાયણ સ્ટેટસ, ભાટ) (9) મિત પરેશભાઈ પટેલ (નારાયણ સ્ટેટસ, ભાટ) (10) ઉત્સવ પટેલ (રહે. પ્રમુખનગર, સરગાસણ) (11) જયરાજ રોહિતભાઈ બ્રહ્મભટ્ટ (રહે. પ્રમુખપાર્ક બંગલોઝ, રાયસણ)ની અટકાયત કરી માટીની ચીલમના હુક્કા, હુક્કાની જુદી-જુદી ફલેવરોના પેકેટ, હુક્કામાં લગાવવાની પ્લાસ્ટીકની જુદા-જુદા કલરની પાઈપ મળી કુલ 49,040રુપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.