Not Set/ અમદાવાદ / ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુને મુદ્દે આરોપીઓને વચગાળાની રાહત

નારોલ ચીરીપાલ ગ્રુપની ડેનીમ ફેક્ટરી  આગકાંડ  મામલે ત્રણ આરોપીને કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ ફાઇલ નહીં કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને પક્ષકારોને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છેકે નારોલ ખાતેની ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુ થયા હોવાની ઘટનાની ફરિયાદ રદ કરાવવા માટે કંપનીના મેનેજર સહિત ત્રણ અધિકારીઓએ હાઇકોર્ટમાં […]

Ahmedabad Gujarat
bsk 7 અમદાવાદ / ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુને મુદ્દે આરોપીઓને વચગાળાની રાહત

નારોલ ચીરીપાલ ગ્રુપની ડેનીમ ફેક્ટરી  આગકાંડ  મામલે ત્રણ આરોપીને કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ ફાઇલ નહીં કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને પક્ષકારોને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છેકે નારોલ ખાતેની ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુ થયા હોવાની ઘટનાની ફરિયાદ રદ કરાવવા માટે કંપનીના મેનેજર સહિત ત્રણ અધિકારીઓએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી.

જેમાં તેમણે તેમની સામે એટ્રોસિટીની જે ફરિયાદ કરવામાં આવી છે એ પાયાવિહોણી હોવાની રજૂઆત કરી હતી. જે રિટની સુનાવણીમાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે સમગ્ર પ્રકરણમાં હત્યાના ગુનામાં એટ્રોસિટીની કલમ કઇ રીતે લગાવાઇ. .?

ચીરીપાલ ગ્રુપની કંપનીના હોલ ટાઇમ ડિરેક્ટર પી.કે.શર્મા, શર્ટિંગ વિભાગના જનરલ મેનેજર બી.સી. પટેલ તથા ફાયર સેફ્ટી અધિકારી રવિકાંત સિંહાએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. તેમણે તેમની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માગ કરી છે. સાથે જ રજૂઆત કરી હતી કે તેમની સામે નોંધાયેલા ગુનામાં એટ્રોસિટીની ફરિયાદ ટકી શકે નહીં. એટ્રોસીટીની ફરિયાદ પણ રદ કરવાની માગ કરી હતી.

આ કેસમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ નારોલ વિસ્તારમાં આવેલી પીપળજ પીરાણા રોડ પરની નંદન ડેનિમ કંપનીમાં કાપડનું ઉત્પાદન થાય છે. જેમાં આઠમી ફેબ્રુઆરીના રોજ શર્ટિંગ વિભાગમાં ભોંયતળિયે તથા પ્રથમ માળે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના સમયે છતના ભાગે આગ લાગતા કારીગરો બુમાબુમ કરી બહાર નીકળવા લાગ્યા હતા.

પ્રથમ માળે દરવાજા પાસે વધુ આગ પ્રસરતા એક જ દરવાજો હોવાના લીધે અમુક કારીગરો બહાર નીકળી શક્યા નહોતા. કંપનીના અધિકારીઓેએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આગ વધુ હોવાથી આખા વિભાગમાં ધુમાણાના કારણે સાત કારીગરો કંપનીની અંદર ફસાઇ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. ફાયર વિભાગે અંદર સર્ચ કરતા પાંચ ડીકમ્પોઝ થઇ બળી ગયેલી હાલતમાં લાશો મળી આવી હતી. બીજા દિવસે સવલારે અંદરના ભાગે એક વધુ વ્યક્તિ બળીને મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના પગલે નારોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.કે.દેવમુરારીએ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઇમરજન્સી દરવાજો નહીં હોવા સહિતની અસુવિધાના આક્ષેપો કર્યા હતા. તે ઉપરાંત આર્થિક લાભ માટે એકબીજાના મેળાપીપણામાં આરોપીઓએ મદદગારી કરી હોવાથી છ કર્મચારીના મોત થયા હોવાનું નોંધ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.