Rajkot News/ રાજકોટમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે વોરંટ ઈશ્યુ, 30 દિવસમાં હાજર થવા ફરમાન

PI યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને વોરંટ જાહેર થયાને 30 દિવસની અંદર લીંબડી DSP સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. મોરબીના ટંકારા

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ (Rajkot)માં ટંકારા (Tankara)માં ફરજ બજાવતા PI યુવરાજસિંહ ગોહિલ (Yuvrajsinh Gohil) સામે 41 લાખથી વધુની લાંચ (Bribe) લેવાના ગુનામાં વોરંટ ઈશ્યુ કરાયું છે. ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો છે.

રાજકોટ (Rajkot) જીલ્લાનાં મોરબી (Morbi) તાલુકાનાં ટંકારા (Tankara)માં PI તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી (Mahipatsinh Solanki)ને હાજર થવા ફરમાન પાઠવ્યું છે. બંનેની હજુ ધરપકડ થઈ નથી, માહિતી મુજબ PI યુવરાજસિંહ ગોહિલ સામે 41 લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ કરવા PIને હાઈકોર્ટ જવું પડ્યું હતું. પરંતુ હાઈકોર્ટે ફરિયાદને રદ કરી છે, અરજદારની અરજીનો વિરોધ કર્યો છે. અરજદારના એડવોકેટે એવી રજુઆતો કરી હતી કે તેમના અરજદારે સત્તા હેઠળ ઠેકાણાએ દરોડા પાડ્યા હતા અને મોટું જુગારધામ પકડી પાડ્યું હતું.

PI યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને વોરંટ (Warrant) જાહેર થયાને 30 દિવસની અંદર લીંબડી DSP સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં BNS 199, 233, 228, 201, 336, 338, 340 308(2), 3 (5), 61, 54 તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત  કલમ 7, 12, 13(1), 13 (2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સેશન્સ કોર્ટ (Session Court)માંથી વોરંટ મેળવી નાસતા ફરતા ફરતા બંને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગટર કામ સંદર્ભે લાંચ લેતા નડીયાદ સિંચાઈ વિભાગનો નાયબ ચિટનીશ ઝડપાયો

આ પણ વાંચો:લોન માટેની એન્ટ્રી સુધારવા લાંચ લેનારો પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીનો હેડ ક્લાર્ક ઝડપાયો

આ પણ વાંચો:પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે 1 લાખની લાંચ લેતા ગીર સોમનાથનો સીનીયર સર્વેયર ઝડપાયો