ગુજરાત/ પંચમહાલ જીલ્લા પંચાયત બહાર જ ભરાયા પાણી : તંત્રની કામગીરીનું પાણી મપાઈ ગયું

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ કાદવ-કીચડ તેમજ ઘુંટણ બરાબર પાણીના વચ્ચેથી પસાર થવું જોખમી બન્યુ છે

Gujarat Others
પંચમહાલ

પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડની બહાર જ વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા અવર જવર કરતાં કર્મચારીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હજી તો ચોમાસાની શરૂઆત છે અને થોડા જ વરસાદમાં ગોધરા જિલ્લા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં તેમજ બહાર પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બની છે.

પંચમહાલ

વધુ વિગત અનુસાર તાલુકા પંચાયત તેમજ જીલ્લા પોલીસ વડા કચેરીમાં રોજ બરોજ કામકાજ અર્થે આવતા અરજદારો, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ કાદવ-કીચડ તેમજ ઘુંટણ બરાબર પાણીના વચ્ચેથી પસાર થવું જોખમી બન્યુ હતું. જિલ્લા પંચાયતની બહાર રસ્તા ઉપરથી પસાર થતી વખતે પડી જવાનો અને પડયા પછી વાગવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે વહેલી તકે ગોધરા નગર પાલિકા આ સમસ્યાનનું કાયમી નિરાકરણ લાવશે કે પછી પ્રિમોનસુનની કામગીરી કરી હોવાના દાવાઓ જ કર્યા  કરશે તે હવે જોવાનું રહ્યું. જોકે તંત્રની પોતાની સ્થિતિ આવી હોય ત્યારે તે શહેરમાં શું સુવિધા આપે એ પણ એક પ્રશ્ન બને છે.

પંચમહાલ

આ પણ વાંચો : ઓનલાઈન ગેમથી બીજી જિંદગી બરબાદ, 10 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ વ્યક્તિએ કરી આત્મહત્યા