Not Set/ હિંમતપુરા ગામમાં સાત મહિનાથી પાણીની સમસ્યા : મહિલાઓએ કર્યો સરપંચના ઘરે હલ્લાબોલ

કાલોલ તાલુકાના ઘોડા ગૃપ ગ્રામ પંચાયતમાં આવેલા હિંમતપુરા ગામના ગણેશ ફળિયાની મહિલા ઓએ પાણીના મુદ્દે સરપંચના ઘેર હલ્લાબોલ કરતાં ગામમાં પાણીની સમસ્યા પ્રકાશમાં આવી હતી. હિંમતપુરા

Gujarat
kalol 1 હિંમતપુરા ગામમાં સાત મહિનાથી પાણીની સમસ્યા : મહિલાઓએ કર્યો સરપંચના ઘરે હલ્લાબોલ

મોહસીન ખાન @ મંતવ્ય ન્યૂઝ

કાલોલ તાલુકાના ઘોડા ગૃપ ગ્રામ પંચાયતમાં આવેલા હિંમતપુરા ગામના ગણેશ ફળિયાની મહિલા ઓએ પાણીના મુદ્દે સરપંચના ઘેર હલ્લાબોલ કરતાં ગામમાં પાણીની સમસ્યા પ્રકાશમાં આવી હતી. હિંમતપુરા ગામની વસ્તી લગભગ ૧૮૦૦ જેટલી ધરાવે છે. જે પૈકી ગામના ગણેશ ફળીયા અને નવા મંદિર ફળીયામાં ૬૦૦ જેટલી વસ્તીને છેલ્લા સાત મહિનાથી પાણીની સમસ્યા વિકટ બની છે. હિંમતપુરા ગામમાં બે જ હેન્ડપંપ છે પરંતુ પાછલા બે ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. જ્યારે એક સરકારી બોર છે પરંતુ ઘણા સમયથી બોરની મોટર બગડી ગયેલી હાલતમાં હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.

kalol 2 હિંમતપુરા ગામમાં સાત મહિનાથી પાણીની સમસ્યા : મહિલાઓએ કર્યો સરપંચના ઘરે હલ્લાબોલ

ગત વર્ષે મોટર બગડી ગઈ હતી એ સમયે ફળીયાના લોકોએ મળીને લોક ભાગીદારી કરીને રીપેરીંગ કરાવી હતી. પરતું સાત મહિનાથી એ મોટર ફરીથી બગડતા પંચાયત તંત્ર દ્વારા રીપેરીંગ પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘોડા ગૃપ પંચાયતના સરપંચ તરીકે મહિલા સરપંચ ચુંટાયેલા છે, પરંતુ પંચાયતનો વહીવટ મહિલા સરપંચના દિયર અને તલાટી મળીને કરતા હોવાથી વહીવટમાં મનમાની કરતા હોવાને કારણે છેલ્લા સાત મહિનાથી ગામના એક બોરની બગડી ગયેલી મોટરને રિપેરીંગ કરવાની તસ્દી નહિં લેતા હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો હતો.

kalol 3 હિંમતપુરા ગામમાં સાત મહિનાથી પાણીની સમસ્યા : મહિલાઓએ કર્યો સરપંચના ઘરે હલ્લાબોલ

આમ પંચાયત તંત્રના અણઘડ વહીવટને પગલે ગણેશ ફળીયા અને મંદિર ફળીયાની મહિલાઓને પાણી માટે ગામ બહાર સીમના કુવાઓ સુધી ભટકવું પડે છે જેથી શનિવારે બન્ને ફળિયાઓની અસરગ્રસ્ત મહિલાઓએ સ્થાનિક સરપંચના ઘેર હલ્લાબોલ કરીને પાણીના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

sago str 14 હિંમતપુરા ગામમાં સાત મહિનાથી પાણીની સમસ્યા : મહિલાઓએ કર્યો સરપંચના ઘરે હલ્લાબોલ