ભારે વરસાદ/ અમદાવાદના પ્રહલાદનગરમાં ઐાડા તળાવની પાળ તૂટતાં પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ઘૂસ્યાં

અમદાવાદ સહિત રાજ્યમાં ગઇકાલે રવિવારે સાંજે અનરાધાર વરસાદ ખાબક્યો છે,જેના લીધે બારે તારાજી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat
4 16 અમદાવાદના પ્રહલાદનગરમાં ઐાડા તળાવની પાળ તૂટતાં પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ઘૂસ્યાં

અમદાવાદ સહિત રાજ્યમાં ગઇકાલે રવિવારે સાંજે અનરાધાર વરસાદ ખાબક્યો છે,જેના લીધે બારે તારાજી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઇ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પ્રહલાદનગરમાં સ્થિત ઐાડાના તળાવની અતિ ભારે વરસાદના લીધે પાળ તૂટતા તળાવનો પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં  ફરી વળ્યા.સમગ્ર બેઝમેન્ટમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.

5 19 અમદાવાદના પ્રહલાદનગરમાં ઐાડા તળાવની પાળ તૂટતાં પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ઘૂસ્યાં

.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રવિવારે સાંજથી સોમવારે એટલે આજે સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે.જેના લીધે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઇ છે,અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે.