Not Set/ સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશુંઃ ભૂપેન્દ્ર પટેલે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌. અત્યાર સુધીમાં રાજ્યમાં વેક્સિનના સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે

Gujarat
4 3 સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશુંઃ ભૂપેન્દ્ર પટેલે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌. અત્યાર સુધીમાં રાજ્યમાં વેક્સિનના સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. અમદાવાદના એસ જી હાઈવે પર ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે “ટુગેધર વી ‌ફલાય” ટાઈટલ પર જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો હતો.”

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું “આજે હું જે ભૂમિ પરથી વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે જેનો આપણને સૌને ગર્વ છે.  “ટુગેધર વી ફલાય” નો સંદેશ દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ. તેમણે કોવિડ કાળમાં ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. બીબોની પીઠ થાબડતા તેમણે કહ્યું કે, તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે “હારશે કોરોના, જીતશે ગુજરાત” નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.

આ પ્રસંગે ઝાયડસના સીએમડી પંકજભાઈ પટેલે જણાવ્યું કે, “અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક જવાબદારી અને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને કોવિડ કાળમાં પણ અમે સામાજિક જવાબદારી નિભાવી છે. તેમણે કહ્યું કે કોવિડ કાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે, જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.”

ઉલ્લેખનીય છે કે પંદર હજાર જેટલી અનન્ય અભીવ્યક્તિ સાથેની આ “ટુગેધર વી ફલાય” કલાકૃતિ 262 ફૂટ પહોળી અને ૮૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે. ઝાયડસ પ્રમોટર્સ કુટુંબના કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક મેહા પટેલ અને કોરોના ક્વિલ્ટ પ્રોજેક્ટના ફાઉન્ડર દિયા મહેતા ભોપાલ અને નેહા મોદી દ્વારા આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.