Banaskantha/ ચુંટણીના માહોલ વચ્ચે અનેક જગ્યાએ થઇ બબાલો

2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, ઘટનાસ્થળે અફરાતફરી થઇ હતી.

Gujarat Gujarat Assembly Election 2022
BABAL ચુંટણીના માહોલ વચ્ચે અનેક જગ્યાએ થઇ બબાલો

ગુજરાતમાં પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ EVM ખોટવાયાના સામાચાર સામે આવ્યા હતા. અનેક જગ્યાએ બબાલો તથા મારામારીના બનાવો સામે આવ્યા હતા. ત્યારે વધુ એક બબાલની ઘટના પ્રકાશમાં આવી છે.

બનાસકાંઠા પાલનપુર ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મતદાન મથક પાસે જ બબાલથી અફરાતફરી મચી હતી. અહી 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારો થતા ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. બનાવના પગલે ASP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

આપને જણાવી દઈએ કે દાહોદમાં સ્થાનિક ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે EVM તૂટ્યાની ઘટના સામે આવી હતી. અહી બુથ કેપ્ચરીંગ કરવાનો પણ પ્રયાસ થયો હતો. 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. જેનો જાણ થતા લોકોએ 2 EVM ની તોડફોડ કરી હતી. ઘટના બાદ હાલ આ બુથ પર મતદાન બંધ કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારીની ઘટના સામે આવી હતી. વલભીપુર હાઇવે પાસે આવેલી હાઈસ્કૂલની બહાર આ ઘણા બની હતી. ભાજપના મહિલા ઉમેદવારના પતિએ આપના મહિલા ઉમેદવારના પતિને માર માર્યો હતો.